________________
ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલના ૫ કેશિગોતમ-સંવાદના સચેલકત્વ (સાંતરોત્તર) અને અચલકત્વવિષયક સંવાદથી સંઘભેદનો સ્પષ્ટ સંકેત મળે છે. - ૬ દ્રવ્ય, ગુણા, પર્યાય જેવા સૈદ્ધાત્તિક વિષયોની એટલી સંક્ષિપ્ત અને પરિમાર્જિત પરિભાષાઓ એ સિદ્ધ કરે છે કે એનું પ્રણયન દાર્શનિક ક્રાન્તિના કાળમાં થયું છે કારણ કે આગમોમાં આ પ્રકારની સંક્ષિપ્ત પરિભાષાઓ ઉપલબ્ધ થતી નથી પણ મોટે ભાગે તેમાં વિવરણાત્મક અર્થ જ મળે છે.
૭ “ઉત્તરાધ્યયન'નો પ્રાયઃ બહુવચનાત્મક પ્રયોગ મળે છે તેથી જાણી શકાય કે તેની રચના એક વ્યક્તિ દ્વારા થઈ નથી પણ તે અનેક અધ્યયનોનું સંકલન છે.
આ બધાં તથ્યોને આધારે કહી શકાય કે વર્તમાન “ઉત્તરાધ્યયન' કોઈ એક સમયની કે કોઈ એક વ્યક્તિની રચના નથી પણ એક સંકલન ગ્રંથ છે અને તેની રચના કોઈ નિશ્ચિત કાળમાં થઈ નથી પણ જુદા જુદા સમયે થઈ છે. તેમાં જોવા મળતાં પરિવર્તન અને સંશોધન વગેરે મહાવીર નિર્વાણના સમયથી માંડી ત્રીજી વલ્લભી-વાચનાના સમય (મહાવીર-નિર્વાણથી લગભગ હજાર વર્ષ-ઈ. પૂ. પાંચમી શતાબ્દીથી ઈ. સ. પાંચમી સદી) સુધીમાં અથવા તેથી પણ કેટલાક
१ गुणाणमासवो दव्वं एग दव्वस्सिया गुणा । लक्खणं पज्जवाणं तु उभओ अस्सिया भवे ।।
૩. ૨૮. ૬. તથા જુઓ પ્રકરણ-૧ ધર્માદિ દ્રવ્યોની પરિભાષા २ एतेसिं चेव छत्तीसाए उत्तरज्झयणाणं समुदय-समितिसमागमेणं उत्तरज्झयणभावसुतक्खंधेति लब्भइ ताणि पुण छत्तीसं उत्तरज्झयणाणि इमेंहि नामेहिं अणुगंतव्वाणि ।
૩. – પૃષ્ઠ ૮ તથા જુઓ : પૃ. ૧ર, પાદટિપ ૧, પૃ. ૩૧, પાદટિપ ૧, પૃ. ૩૬, પાદટિપ ૧, નંદીસૂત્ર ૪૩. ૩. વૃદ્ઘત્તિ, પત્ર ૫. સમવા. સમવાય ૩૬.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org