________________
જૈન આગમોમાં “ઉત્તરાધ્યયન-સૂત્ર'
૩૩ આવ્યું છે તે ૩૧માં અધ્યયનમાં “દૃષ્ટિવાદનો સમાવેશ કેમ કરી લેવામાં આવ્યો નથી ?
૨ “સૂત્રરુચિ-સમ્યગ્દર્શન'ના લક્ષણામાં અંગ અને અંગબાહ્ય ગ્રંથોનો તથા અભિગન-રુચિ' સમ્યગ્દર્શનના લક્ષણામાં “પ્રકીર્ણકગ્રંથોનો ઉલ્લેખ થયો છે. એથી સ્પષ્ટ થાય છે કે એ અરસામાં અંગ, અંગબાહ્ય અને પ્રકીર્ણક ગ્રંથોની રચના અવશ્ય થઈ ગઈ હતી.
૩ ચરણવિધિ નામના ૩૧મા અધ્યયનમાં, સાધુએ “સૂત્રકૃતાંગ', “જ્ઞાતાસૂત્ર' અને પ્રકલ્પ (આચારંગ”-નિશીથ સહિત) એ અંગગ્રંથો તથા દશાબ્દિ (દશાશ્રુત, કલ્પ અને વ્યવહાર) અંગબાહ્ય ગ્રંથોના અધ્યયનમાં પ્રયત્નશીલ રહેવું જોઈએ એવું વિધાન છે. એથી સ્પષ્ટ થાય છે કે ત્યાં સુધીમાં આ ગ્રંથો પોતાના મહત્ત્વને કારણે પ્રસિદ્ધ થઈ ચૂક્યા હતા. જો એમ ન થયું હોય તો સાધુએ તે ગ્રંથોના અધ્યયનમાં પ્રયત્નશીલ રહેવું એવો ઉલ્લેખ ન થયો હોત.
૪ ગ્રંથમાં અનેક જગાએ “આમ ભગવાને કહ્યુ છે', “કપિલ ઋષિએ આમ કહ્યું છે' જેવા ગ્રંથોક્ત વચનોની પ્રામાણિકતાથી એ સ્પષ્ટ થાય છે કે આ ગ્રંથ સાક્ષાત્ મહાવીર-પ્રીત નથી પરંતુ અર્થત: મહાવીર પ્રણીત ગણાય અને શબ્દની દષ્ટિએ બીજી કોઈ વ્યક્તિ દ્વારા રચિત ગણાય. આનો આથી વધુ સ્પષ્ટ ઉલ્લેખ ૧૦માં અધ્યયનની અંતિમ ગાથા (વૃદ્ધાસ નિષ્ણ માલિય, સુદરમકૃપગોવસોદિય)માં મળે છે. આ ઉપરાંત, અંગ ગ્રંથોનું પ્રાયન મહાવીરના પ્રધાન શિષ્યો દ્વારા અને અંગબાહ્યનું નિર્માણ ઉત્તરવર્તી શિષ્યો દ્વારા થયું છે. એ હકીકત પણ સિદ્ધ કરે છે કે ઉત્તરાધ્યયન' શબ્દતઃ મહાવીર પ્રણીત નથી. પણ તેમના શિષ્યો દ્વારા રચાયેલ છે.
૧ એજન
ઉ. ૩૧-૧૩-૧૪, ૧૬-૧૮ વિશેષ માટે જુઓ : પરિશિષ્ટ ૩ ૩ જુઓ પૃ. ૧૮, પા. ટિ. ૧; પૃ. ર૩, પા. રિ. ૧; ઉ. બીજા અને ૧૬માં
અધ્યયનનું પ્રારંભિક ગદ્ય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org