________________
ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન
‘ઉત્તરાધ્યયન’ પોતાના અપરિવર્તિત રૂપમાં રહેલ નથી. ‘ભગવતી-આરાધના’ ઉપર લખવામાં આવેલી, અપરાજિતસૂરિની સંસ્કૃત ટીકામાંથી ‘ઉત્તરાધ્યયન’ના બે પઘો ઉદ્ધૃત કરતી વખતે પંડિત કૈલાશચંદ્ર શાસ્ત્રી પોતાના ‘જૈન સાહિત્યના ઈતિહાસ'માં લખે છે કે ‘વર્તમાન ઉત્તરાધ્યયન'માં આ પઘો' જોવા મળતાં નથી, તેથી ‘ઉત્તરાધ્યયન'માં વલભી-વાચના પછી પણ પરિવર્તન થયેલ છે. આટલું થયું હોવા છતાં, મૂળરૂપતાનો અધિક અભાવ થયો નથી, કારણ કે વર્તમાન ‘ઉત્તરાધ્યયન'માં તે બંને પઘ નજીવા પરિવર્તન સાથે હજી પણ મોજૂદ
છે.
૩૨
જ્યારે આપણે ‘ઉત્તરાધ્યયન’ના અંત ભાગનું અવલોકન કરીએ છીએ ત્યારે જોવા મળે છે કે તેમાં કેટલીક એવી હકીકતો પણ છે જેને આધારે કેટલાક અંશોને મહાવીર-નિર્વાણ પછી ઘણા સમય બાદની રચના ગણી શકાય. જેમ કે :
૧ અંગ-ગ્રંથોમાં અગિયાર અંગોથી વિલક્ષણ દૃષ્ટિવાદનો ઉલ્લેખ એમ સિદ્ધ કરે છે કે તે સમય સુધીમાં દૃષ્ટિવાદનો લોપ થઈ ગયો હતો. ‘દૃષ્ટિવાદ’ના મહત્ત્વને પ્રગટ કરવા માટે આવું કથન કરવામાં આવ્યું હોય એમ કહી શકાય તેમ નથી કારણ કે ‘આચારાંગ’નું મહત્ત્વ સહુથી વધારે માનવામાં આવ્યું છે. આ ઉપરાંત જ્યાં સાધુને કેટલાક ગ્રંથોના અધ્યયનમાં યત્નશીલ થવાનું કહેવામાં
१ परिचित्तेसु वत्थेसु ण पुणो वेलमादिए । अचेलपवरे भिक्खू जिणरूपधरे सदा ॥ सचेलगो सुखी भवदि असुखी वावि अचेलगो । अहं तो सचेलो होक्खामि इदि भिक्खू न चिंतए ||
(ઉષ્કૃત-ભાવતી આરાધના-જૈ. સા. ઈ. પૂ.પૃ. ૫૨૫-૫૨૭)
૨ સરખાવો ઃ
परजणेहिं वतथेहिं होक्खामि त्ति अचेल
अदुवा सचेले होक्खामि इह भिक्खू न चिंतए || एगयाऽचेलए होइ सचेले आवि ए गया । एवं धम्मं हियं नच्चा नाणी नो परिदेवए ॥
૩ જુઓ પૃષ્ઠ ૩ પાઇટિપ ૨.
Jain Education International
For Private & Personal Use Only
-૩. ૨. ૧૨. ૧૩.
www.jainelibrary.org