________________
ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન
વિવેચન કરવામાં આવ્યું છે તેને એક મુમુક્ષુ એને તત્ત્વજિજ્ઞાસુની દૃષ્ટિએ નીચે મુજબ અભિવ્યક્ત કરી શકાય છે.
૪૪૦
આ પ્રત્યક્ષ દશ્યમાન વિશ્વ અસીમ છે. આપણા દ્વારા તેની કલ્પના કરવી અશક્ય છે. આ અસીમ વિશ્વમાં સર્વત્ર સૃષ્ટિ નથી પણ તેના ઘણા ઓછા ભાગમાં સૃષ્ટિ છે અને તેમાં પણ માનવીય સૃષ્ટિ બહુ જ અલ્પ ભાગમાં છે. છતાં પણ માનવનું સૃષ્ટિ-સ્થળ આપણી દૃષ્ટિએ ઘણું વિશાળ છે. સામાન્ય રીતે જ્યાં માનવનો નિવાસ છે તેની ઉપર દેવોનો અને નીચે નારકીય જીવોનો નિવાસ છે. તિર્યંચો સર્વત્ર રહેલ છે. આમ આ વિશ્વ એક સુનિયોજિત શૃંખલાથી બદ્ધ છે. તેનું સંચાલક કોઈ ઈશ્વર વગેરે સર્વશક્તિમાન તત્ત્વ નથી. આ વિશ્વમાં કુલ છ દ્રવ્ય છે જેમાં માત્ર આકાશ જ એવું દ્રવ્ય છે જેનો સર્વત્ર સદ્ભાવ જોવા મળે છે. બાકીના પાંચ દ્રવ્યો આકાશના એક સીમિત પ્રદેશમાં જ જોવા મળે છે. આકાશના જે ભાગમાં જીવાદિ છ દ્રવ્યોની સત્તા છે અથવા સૃષ્ટિ છે તેને લોક અથવા લોકાકાશ કહેવામાં આવે છે તથા જ્યાં સૃષ્ટિનો અભાવ છે માત્ર આકાશ છે તેને અલોક અથવા અલોકકાશ કહેવામાં આવે છે. તેમાં પૃથ્વી, અપુ, તેજ, વાયુ વગેરે કોઈની સત્તા નથી. ત્યાં માત્ર આકાશ હોવાથી તેને અલોકાકાશ કહેવામાં આવે છે.
આ લોકમાં જે છ દ્રવ્યોની સત્તા સ્વીકારવામાં આવી છે તેના નામો આ પ્રમાણે છે : ૧ જીવ (આત્મા-ચેતન), ૨ પુદ્ગલ (રૂપીઅચેતના), ૩ ધર્મ (ગતિનું માધ્યમ), ૪ અધર્મ (સ્થિતિનું માધ્યમ), ૫ આકાશ, ૬ કાળ. ચૈતન્યના સદ્ભાવ અને અસદ્ભાવની દૃષ્ટિએ તેને જીવ અને અજીવ (પુદ્ગલ વગેરે પાંચ દ્રવ્ય)ના ભેદથી બે ભાગોમાં પા વિભક્ત કરવામાં આવે છે. આ વિભાજન ચૈતન્ય નામના ગુણના સદ્ભાવ અને અસદ્ભાવની દૃષ્ટિએ ક૨વામાં આવેલ છે. આમ અન્ય ગુણ-વિશેષના સદ્દભાવ અને અસદ્ભાવની અપેક્ષાએ પણ ગ્રંથમાં દ્રવ્યને રૂપી-અરૂપી, અસ્તિકાય-અનસ્તિકાય, એકત્વ સંખ્યા વિશિષ્ટબહુત્વ સંખ્યા વિશિષ્ટ વગેરે પ્રકારે વિભાજિત કરવામાં આવેલ છે. ચેતન (આત્મા) જીવ છે. પૃથ્વી વગેરે સમસ્ત દશ્યમાન વસ્તુઓ પુદ્ગલ રૂપી અચેતન છે. જીવાદિની ગતિનું પ્રેરક માધ્યમ ધર્મ છે અને અપ્રેરક માધ્યમ અધર્મ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org