________________
૩૬૮
ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલના
અનુશીલન આ પ્રકરણમાં સાધુના વિશેષ પ્રકારના આચારનું વર્ણન કરવામાં આવ્યું છે. તે દ્વારા જીવ પૂર્વબદ્ધ કર્મોને જલદી નષ્ટ કરવાનો પ્રયત્ન કરે છે. આ એક વિશેષ પ્રકારનો આચાર છે તેને તપશ્ચર્યા કહેવામાં આવે છે. આ તપશ્ચર્યાની પૂર્ણતા માટે સાધકે અનેક પ્રકારનાં કષ્ટો સહન કરવો પડે છે જેને પરીષહજય કહેવામાં આવે છે. સાધ્વાચારનું પાલન કરવાની દુષ્કરતાનું જે પ્રતિપાદન કરવામાં આવ્યું છે તે પણ આ તપની અપેક્ષાએ થયેલ છે.
તપ, સાધુના સામાન્ય સદાચારથી સર્વથા પૃથક નથી પરંતુ સામાન્ય સદાચારમાં જ વિશેષ દૃઢતા રાખવી એ તપ છે. તેથી ગ્રંથમાં તપના જે ભેદ ગણાવેલ છે તે બધા સાધુના સામાન્ય આચાર સાથે સંબંધ રાખે છે. તપ સાધુના આચારની કસોટી છે અને તેનાથી તેના આચારની શુદ્ધિ (ખરાખોટાપણું)ની પરીક્ષા થાય છે. ક્રિયાઓ તપ નથી પણ કેટલીક વિશેષ ક્રિયાઓ જ વિશેષ નિયમોને લીધે તપની કોટિને પામે છે. તપને બાહ્ય અને આત્યંતરના ભેદથી બે ભાગોમાં વહેંચવામાં આવે છે. જે તપ કેવળ બાહ્ય ક્રિયા સાથે સંબંધ રાખે છે તથા આવ્યંતર આત્માના પરિણામોની વિશુદ્ધિમાં કારણ નથી તે અભીષ્ટસાધક તપ નથી પણ તેનાથી વિપરીત જે આત્માના પરિણામોની વિશુદ્ધિમાં કારણ છે અને આવ્યંતર ક્રિયા સાથે સંબંધ રાખે છે તે અભીષ્ટસાધક છે. તથા તે જ વાસ્તવિક તપ પણ છે. તે માટે ગ્રંથમાં અનેક સ્થળોએ બાહ્ય લિંગાદિની અપેક્ષાએ ભાવ લિંગાદિની શ્રેષ્ઠતાનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. આવા પ્રતિપાદન માટેનું કારણ એ હતું કે સાધક માત્ર બાહ્ય ક્રિયાઓથી જ ઇતિશ્રી સમજતો હતો અને જે જેટલું વધારે શરીરને કષ્ટ દેનારું તપ કરતો હતો તે એટલો જ વધારે મોટો તપસ્વી સમજવામાં આવતો હતો. તેથી આ શરીરને પીડિત કરનાર તપ જ વાસ્તવિક તપ નથી પણ જ્ઞાનાદિની પ્રાપ્તિમાં સહાયક તપ જ વાસ્તવિક તપ છે. આ સિદ્ધ કરવા માટે તપને બાહ્ય અને આત્યંતરના ભેદથી બે ભાગોમાં વહેંચીને આત્યંતર તપને શ્રેષ્ઠ દર્શાવવામાં આવ્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org