________________
પ્રકરણ ૫ : વિશેષ સાધ્વાચાર
૩૬૭
આ પ્રકારના સમાધિમરણાથી વિરુદ્ધ, જે મરણ ધન અને સ્ત્રીઓમાં આસક્ત થઇ હિંસાદિ પાપ-ક્રિયાઓ કરતાં કરતાં થાય છે તેને “બાલમરા” અથવા “અકમમરણ” (અનિચ્છા પૂર્વકનું મરણ) કહેવામાં આવે છે. આવું મરણ જીવોને અનેકવાર પ્રાપ્ત થાય છે કારણ કે આ પ્રકારના મરણને પ્રાપ્ત કરનારા જીવો ગાડરિયા પ્રવાહથી પ્રભાવિત થઇ માટીને એકઠી કરનાર શિશુનાગની જેમ કર્મ-મળનો સંગ્રહ કરે છે. તેથી આ પ્રકારનું અકામમરણ ત્યાજય છે.
આ રીતે આ સમાધિમરણ કે સલ્લેખના સાધનાપથનું ચરમ કેન્દ્રબિન્દુ છે. જો સાધક તેમાં સફળ થાય છે તો તે પોતાની સંપૂર્ણ સાધનાનું અભીષ્ટ ફળ પ્રાપ્ત કરે છે, નહીંતર તેને સંસારમાં ભટકવું પડે છે. સમાધિમરણામાં મૃત્યુ સમયે સંસારના બધા વિષયોમાંથી પૂર્ણા-વિરક્તિ જરૂરી છે. તેથી તે સમયે આહાર વગેરે બધી ક્રિયાઓને છોડી દેવામાં આવે છે. આ સમયે સાધકને જીવનની આકાંક્ષા પણ રહેતી નથી અને મૃત્યુની કામના પણ હોતી નથી. આ પ્રકારનાં મરણમાં શરીર અને કષાયો કૃશ થતાં તેને “સલ્લેખના', વિદ્વાનોતી પ્રશસિત થવાથી “પંડિત મરણ' તથા પ્રસન્નતાપૂર્વક મૃત્યુને સ્વીકારવાને કારણે “અકામમરણ' કહેવામાં આવે છે. બીજે તેને માટે “સંથારા” (સંસ્તારક) શબ્દનો પણ પ્રયોગ થયો છે કારણ કે આમાં એકાન્ત સ્થાનમાં તૃણાશધ્યા (સંસ્તારક) બીછાવીને તથા આહારાદિનો ત્યાગ કરી આત્મધ્યાન કરવામાં આવે છે. આથી વિપરીત, અજ્ઞાનીઓના અનિચ્છાએ થતા મરણને “બાલમરણ” કે “અકામમરણ” કહેવામાં આવે છે.
૧ ઉ. ૫. પ૭, ૯-૧૦; પૃ. ૩૬૬, પા. ટિ. ૧. २ जहा सागडिओ जाणं समं हिच्चा महापहं ।
विसमं मग्गमोइण्णो अक्खे भग्गम्मि सोयई ॥
–૩. ૫. ૧૪.
તથા જુઓ ઉ. ૫. ૧૫-૧૬. ૩ વન માર€. મોદના મેદતા, પૃ. ૧ર૦.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org