________________
૩૬૬
ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલના
નિરંતર ક્રોધ કરવો તથા શુભાશુભ ફળોનું કથન કરવું).
સમાધિમરણમાં મૃત્યુ સમયે આ ભાવનાઓના ત્યાગને લીધે સ્પષ્ટ થાય છે કે આ પ્રકારનું મરણ આત્મહનન નથી. આ પ્રકારના મરણાને પ્રાપ્ત કરનાર જીવ વારે વારે જન્મ મરણને પ્રાપ્ત કરતો નથી પરંતુ બે ચાર જન્મોમાં બધાં પ્રકારનાં દુઃખોથી મુકત થઇ જાય છે. જો કારણવશ બધા પ્રકારનાં કર્મો નાશ પામે તો મહાસમુદ્ધિશાળી દેવપર્યાયની પ્રાપ્તિ થાય છે. આમ કહેવાનું તાત્પર્ય એ નથી કે માત્ર મૃત્યુ સમયે સલ્લેખના ધારણ કરી લેવી જોઇએ. પછી ભલે શેષ જીવન વિષયભોગોમાં પસાર થયું હોય. આનું કારણ એ છે કે પ્રારંભથી જ જો સદાચારનો અભ્યાસ કરવામાં આવ્યો હોય તો જ જીવ સમાધિમરણને પ્રાપ્ત કરે છે. તેથી કહેવામાં આવ્યું છે કે જે કાર્ય પ્રારંભમાં (યુવાનીમાં) શક્તિ હોય ત્યારે કરી શકાય છે તે વૃદ્ધાવસ્થામાં શરીર જી શી થાય ત્યારે થઈ શકતું નથી. જેઓ મિથ્યાદર્શનમાં (મિથ્યાભાવે) અનુરક્ત છે, નિદાનપૂર્વક કર્માનુષ્ઠાન કરે છે, હિંસા તથા કૃષ્ણલેશ્યામાં અનુરક્ત છે એવા જીવો જિનવચનમાં શ્રદ્ધા ન રાખતાં, “અકામમરણ” (સભયમરા) કે બાલમરણ (મૂર્ખાઓનું મૃત્યુ)ને વારે વારે પ્રાપ્ત કરે છે. એથી વિરુદ્ધ જેઓ સમ્યગ્દર્શનમાં અનુરક્ત છે, નિદાનસહિત કર્માનુષ્ઠાન નથી કરતા, શુકલેશ્યાથી યુક્ત છે તથા જિનવચનમાં શ્રદ્ધા રાખે છે તેઓ અલ્પસંસારી હોય છે.
१ बालाणं अकामं तु मरणं असइं भवे ।
पंडियाणं सकामं तु उक्कोसेण सई भवे ।।
–૩. ૫. ૩.
सव्वदुक्खपहीणे वा देवे वावि महिड्ढिए ।
–૩. ૫. રપ.
२ स पुव्वमेवं न लभेज्ज पच्छा एसोवमा सासय वाइयाणं ।
विसीयई सिढिले आउयम्मि कालोवणीए सरीरस्स भए ।
–૩. ૪૯.
૩ જુઓ પૃ. ૩૬૫. પા. ટિ. ૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org