________________
પ્રકરણ ૫ : વિશેષ સાધ્વાચાર
૩૬૫
દિવસે નીરસ અલ્પાહાર (આયંબિલ-આચરણ) કરવો. ત્યારપછી છ માસ સુધી કોઈ કઠિન તપશ્ચર્યા ન કરતાં, સાધારણ તપ કરવાં પછી છ માસ સુધી કઠોર તપશ્ચર્યા કરી અને નીરસ અલ્પાહાર લઈ અનશન વ્રતને પૂરું કરવું (પારણાં કરવાં). તે પછી અવશિષ્ટ એક વર્ષમાં કોટિ સહિત તપ (જે અનશન તપના આદિ અને અન્ત એક સમાન હોય તેવું) કરતાં કરતાં એક માસ કે પંદર દિવસ મૃત્ય આડા રહે ત્યારે બધા પ્રકારના આહારનો ત્યાગ કરવો. આ વિધિમાં આવશ્યકતાનુસાર સમય-સંબંધી પરિવર્તન કરી શકાય છે. આ ઉત્કૃષ્ટ સલ્લેખનાની પૂર્ણ વિધિ દર્શાવવામાં આવી છે તે સામાન્ય અપેક્ષાએ દર્શાવેલ છે.
સમાધિમરણની સફળતા : સલ્લેખનાની સફળતા માટે, બધા પ્રકારની અશુભ ભાવનાઓ તથા નિદાન (ફલાભિલાષા) વગેરેનો ત્યાગ કરી જિન વચનમાં શ્રદ્ધા રાખવી જરૂરી છે. ગ્રન્થમાં પાંચ પ્રકારની અશુભ ભાવનાઓ દર્શાવેલ છે જેનાથી જીવ સલ્લેખનાના ફળને પ્રાપ્ત ન કરતાં દુર્ગતિને પ્રાપ્ત કરે છે. તેનાં નામ વગેરે આ પ્રકારે છે :
૧. કન્દપ ભાવના-(કામચેષ્ટા-પુનઃ પુનઃ હસવું, મુખ વગેરે વિકૃત કરી બીજાને હસાવવા વગેરે), ૨. અભિયોગ ભાવના-(વશીકરણ મંત્રાદિનો પ્રયોગવિષયસુખની અભિલાષાથી વશીકરણ મંત્રાદિનો પ્રયોગ કરવો), ૩. કિલ્વિષિકી ભાવના-(નિંદા કરવી,-કેવળજ્ઞાની, ધર્માચાર્ય, સંઘ, સાધુ વગેરેની નિન્દા કરવી), ૪. મોહ ભાવના-(મૂઢતા-શસ્ત્રગ્રહણ, વિષભક્ષણ, અગ્નિપ્રવેશ, જલપ્રવેશ, નિષિદ્ધ વસ્તુઓનું સેવન વગેરે કરવું) અને ૫. આસુરી ભાવના (ક્રોધ કરવો
१ कंदप्पमाभिओगं च किविसियं मोहमासुरत्तं च ।
एयाउ दुग्गईओ मरणम्मि विराहिया होति ।
–૩. ૩૬. રપ૭.
તથા જુઓ ઉ. ૩૬. ૨૫૮-ર૬૮. ૨ એજન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org