________________
રત્નત્રય
૧૯૯
ઉભા સુધી પાંચ ગાય અને આ શકે ? આ
તો વિષયોમાંથી વિરક્તિ અને સંવેગાદિ ભાવ કેવી રીતે સંભવી શકે ? આ રીતે, સમ્યગ્દર્શન પ્રશમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્તિક્ય એ પાંચ ગુણોથી યુક્ત હોય છે. જ્યાં સુધી પાંચ ગુણોની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી જીવાદિ તથ્યોમાં શ્રદ્ધા ઉત્પન્ન થઈ શકે નહીં. તેથી સમ્યગ્દર્શનનું લક્ષણ આસ્તિષ્પ ગુણા-વિશેષથી માંડી તથ્યોમાં શ્રદ્ધા એમ માનવામાં આવ્યું છે. આગળ ઉપર જૈન દર્શનમાં આ જ શ્રદ્ધા પરક સમ્યગ્દર્શનનું લક્ષણા વ્યાવહારિકસમ્યગ્દર્શન એ નામે વ્યક્ત થવા લાગ્યું તથા સ્વ અને પર (ચેતન તથા અચેતન)નું ભેદજ્ઞાન એટલે નિશ્ચય-સમ્યગ્દર્શન પરમાર્થ-સમ્યગ્દર્શન એમ કહેવાવા લાગ્યું. આ રીતે અપેક્ષા-ભેદથી સમ્યગ્દર્શનના લક્ષણામાં તફાવત રહેવા છતાં પણ ગ્રંથમાં સ્વીકારવામાં આવેલ લક્ષણ સાથે કોઈ વાંધો આવતો નથી. કારણ કે અચેતનથી ચેતનનું પૃથક્ પ્રતીતિરૂપે સ્વ-પરભેદજ્ઞાન સમ્યગ્દર્શનના આસ્તિષ્પગુણનું જ રૂપ-વિશેષ છે. તથા સ્વ-પરભેદજ્ઞાન થયા વિના તથ્યોમાં શ્રદ્ધા ઉત્પન્ન થઈ શકતી નથી. જીવાદિ તથ્યોમાં શ્રદ્ધા ઉત્પન્ન થતાં સ્વ-પરભેદજ્ઞાન આપોઆપ થઈ જાય છે. તેથી જીવાદિ તથ્યોમાં શ્રદ્ધા થવી એ સમ્યગ્દર્શન છે તથા તેમાં અશ્રદ્ધા થવી એ મિથ્યાત્વ કે મિથ્યાદર્શન છે. આ રીતે જો આપણો બીજા શબ્દોમાં સમ્યગ્દર્શનનું સ્વરૂપ દર્શાવવા માગીએ તો કહી શકાય કે ધર્મ પ્રત્યે પ્રવૃત્ત થવું, સત્યનો બોધ થવો, વિષયો પ્રત્યે વિરક્તિ થવી, શરીરથી પૃથક્ જીવ (ચેતન)ના અસ્તિત્વનો બોધ થવો વગેરે સર્વ સમ્યગ્દર્શન છે. માટે ગ્રંથમાં સંવેગાદિની પ્રાપ્તિને સમ્યગ્દર્શનની પ્રાપ્તિના અર્થમાં પ્રયોજવામાં આવેલ છે.
સખ્યદર્શનનાં આઠ અંગ : સમ્યગ્દર્શન નિમ્નોક્ત આઠ વિશેષ બાબતો પર આધાર રાખે છે અને તે સમ્યગ્દર્શનના આઠ અંગ ગણાય છે. તેમનાં નામ આ પ્રમાણે છે.
૧ છા રૂ. ૧-૩. २ निस्संकिय-निक्कंखिय-निव्वितिगिच्छा अमूढदिट्ठी य । उववूह-थिरीकरणे वच्छलुपभावणे अठ्ठ ।
–૩. ૨૮, ૩૧. વિશેષ માટે જુઓ – પુરુષાર્થસિદ્ધયુપાય, શ્લોક ૨૩-૩૦; સમીચીન ધર્મશાસ્ત્ર, શ્લોક ૧૧-૧૮, ર૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org