________________
ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન
૪ આદાન નિક્ષેપ સમિતિ : આદાન એટલે કોઈ વસ્તુને લેવી અને નિક્ષેપ એટલે કોઈ વસ્તુને મૂકવી. તેથી સાધુ પાસે જે કંઈ રજોહરણ આદિ ઉપકરણ
૨૯૪
માટે બનાવવામાં આવેલ), ૭. પ્રાદુષ્કરણ (અંધકારયુક્ત સ્થાનમાંથી દીવા વગેરેનો પ્રકાશ કરી લાવવામાં આવેલ). ૮. ક્રીત (ખરીદીને લાવવામાં આવેલ), ૯. પ્રામિત્ય (ઉધાર માંગીને લાવવામાં આવેલ), ૧૦. પરિવર્તિત (ફેરફાર કરીને લાવવામાં આવેલ), ૧૧. અભિકૃત (બીજી જગાએથી લાવવામાં આવેલ), ૧૨. ઉભિન્ન (બંધ પાત્રનું મુખ ઉઘાડીને લાવવામાં આવેલ), ૧૩. પાલાપલ (ઉપરથી ઉતારીને લાવવામાં આવેલ), ૧૪. આચ્છેદ્ય દુર્બળ પાસેથી આંચકીને લાવવામાં આવેલ), ૧૫. અનિસૃષ્ટ (ભાગીદાર પાસેથી પૂછ્યા વગર હિસ્સાનો ભાગ લાવવામાં આવેલ), ૧૬. અધ્યવપૂરક (સાધુને ગામમાં આવેલ જાણીને પોતાને માટે બનાવવામાં આવતા ભોજનની માત્રા વધારી દેવી).
ઉત્પાદન-સંબંધી સોળ દોષ-૧. ધાત્રીકર્મ (આયાની જેમ ગૃહસ્થના બચ્ચાને ખવડાવીને આહારાદિ પ્રાપ્ત કરવા), ૨. દૂતીકર્મ (દૂતની જેમ સંદેશવાહક બનીને, ૩. નિમિત્ત (શુભાશુભ નિમિત્ત દર્શાવીને), ૪. આજીવ (પોતાની જાતિ, કુળ વગેરે બતાવીને), ૫. વનીપક (ગૃહસ્થની પ્રશંસા કરીને), ૬. ચિકિત્સા (બિમારીની દવા બતાવીને), ૭.ક્રોધપિંડ (ક્રોધ પ્રદર્શિત કરીને), ૮. માન-પિંડ (પોતાનું પ્રભુત્વ જમાવીને), ૯. માયા પિંડ (છળ, કપટ પૂર્વક), ૧૦. લોભપિંડ (સરસ અને સુંદર ભોજનની અભિલાષાથી વધારે દૂર જઈ માંગી લાવવામાં આવેલ), ૧૧. સંસ્તવપિંડ (સંસ્તુતિ કરીને), ૧૨. વિદ્યાપિંડ (વિદ્યાના જોરથી), ૧૩. મંત્ર દોષ (મંત્ર પ્રયોગથી), ૧૪. ચૂર્ણયોગ (વશીકરણ-ચૂર્ણ આદિનો પ્રયોગ કરીને), ૧૫. યોગ-પિંડ (યોગવિદ્યા વગેરેનો) પ્રયોગ કરીને, ૧૬. મૂલકર્મ (ગર્ભ-સ્તંભન વગેરેનો પ્રયોગ બતાવીને).
ખ ગ્રહણૈષણા-સંબંધી દશ દોષ-જેમકે: ૧. શંકિત (આધાકર્માદિ દોષની શંકા થતી હોય તો પણ આહારિ લેવાં), ૨. ભ્રક્ષિત (સચિતથી મુક્ત), ૩. નિક્ષિપ્ત (સચિત્ત વસ્તુ ઉપર રાખેલ), ૪. પિહિત (સચિત્ત વસ્તુથી ઢંકાએલ), ૫. સંહત (કોઈ પાત્રમાં પહેલાંથી રાખી મુકેલ અકલ્પનીય પદાર્થને કાઢીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org