________________
પ્રકરણ ૪ : સામાન્ય સાધ્વાચાર
ર૯૫
હોય છે તેને સારી રીતે જોઈને મૂકવાં એ “આદાન-નિક્ષેપ' સમિતિ છે. અર્થાત્ પાત્રાદિ ઉપકરણોને લેતી વખતે અને મૂકતી વખતે તેની સારી સંભાળ (પ્રતિલેખના) લઈ પ્રમાર્જન કરી લેવું જોઈએ. જેથી જીવોની હિંસા ન થાય. આ રીતે આ સમિતિનું સમ્યક્ રૂપે પાલન કરવા માટે પ્રતિલેખના (નિરીક્ષણ) અને પ્રમાર્જના (ધૂળ વગેરે સાફ કરવાં)ને સમજી લેવાં જરૂરી છે.
પ્રતિલેખના અને પ્રમાર્જના : પ્રતિલેખનાનો અર્થ : આંખેથી જોઈ લેવું અને પ્રમાર્જનાનો અર્થ સાફ કરવું એવો થાય છે. આ બન્ને ક્રિયાઓ સાધુએ દરરોજ સવારે અને સાંજે કરવી પડે છે એ સિવાય, પાત્ર વગેરે ઉપકરણો લેતી અને મૂકતી વખતે પણ એ ક્રિયાઓ કરવાની હોય છે. એ ક્રિયાઓ કરવાથી ષકાયના જીવોની રક્ષા થાય છે અને
પછી તે પાત્રમાંથી દેતાં), ૬. દાયક (શરાબી, ગર્ભિણી વગેરે અનધિકારી વડે દેવામાં આવે ત્યારે), ૭. ઉન્મિશ્ર (શુદ્ધ અને અશુદ્ધ ભેગાં કરી દેતાં), ૮. અપરિણીત (શાકાદિ પૂરેપૂરાં રંધાયાં ન હોય ત્યારે), ૯. લિપ્ત (દૂધ, દહીં વગેરેથી ખરડાયેલ પાત્રમાંથી કે એવા હાથે દેવામાં આવે ત્યારે), ૧૦.
છર્દિત (જેના અન્નકણ નીચે પડી રહ્યાં હોય). ગ પરિભોગેષણા (ગ્રામૈષણા) સંબંધી ચાર દોષ-આનો નિમિત્ત સાધુ જ હોય
છે, જેમકે : ૧. સંયોજના (સરસ બનાવવાના લોભથી દૂધ ખાંડ વગેરે પરસ્પર મેળવી ખાવું), ૨. અપ્રમાણ (પ્રમાણાથી વધારે ખાવું), ૩. અંગાર (સરસ ખોરાક હોય ત્યારે દાતાના વખાણ કરીને અને નીરસ હોય ત્યારે નિદા કરીને ખાવું) અને ૪. અકારણ (બળવૃદ્ધિ વગેરેની ભાવનાથી ખાવું).
–જુઓ - એજન ટીકાઓ, શ્રમણાસૂત્ર પૃ. ૪૩૧-૪૩૫. १ चक्खुसा पडिलेहित्ता पमज्जैज्ज जयं जई । आइए निक्खिवेज्जा दुहओवि समिए सया ॥
–૩. ૨૪. ૧૪. તથા જુઓ ઉ. ૨૪. ૧૩, ૨૦. ૪૦, ૧૨. ૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org