________________
૨૯૬
ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન ન કરવાથી એ જીવોની હિંસા સંભવે છે. તેથી અહિંસાવ્રતનું પાલન કરનાર સાધુએ તે ક્રિયાઓ કરવી જ જોઈએ. જે સાધુ પ્રતિલેખના અને પ્રમાર્જનાને ઉચિતરૂપે નથી કરતો અને પોતાનાં ઉપકરણોને જ્યાં ત્યાં મૂકી દે છે તથા શપ્યા આદિ ઉપર ધૂળવાળા પગ હોય છતાં સૂઈ જાય છે તે સાચો સાધુ નથી. જે સમયસર પ્રતિલેખના અને પ્રમાર્જના કરે છે તેનાં જ્ઞાનાવરણીયાદિ કર્મો નષ્ટ થાય છે.
પ્રતિલેખના અને પ્રમાર્જનાની વિધિ : સાધુએ સમયનું અતિક્રમણ કર્યા સિવાય પોતાનાં બધાં ઉપકરણોની પ્રતિલેખના અને પ્રાર્થના કરવાં જોઈએ. પ્રતિલેખન કરતી વખતે સર્વ પ્રથમ મુખવસ્ત્રિકાની અને પછી રજોહરણ (ગોચ્છકોની પ્રતિલેખના કરવી જોઈએ. તે પછી આંગળીથી રજોહરણને લઈને વસ્ત્રોની પ્રતિલેખના કરવી જોઈએ. વસ્ત્રોની પ્રતિલેખના કરતી વખતે વસ્ત્રોને ભૂમિથી ઊંચા રાખી, મજબૂત રીતે હાથમાં પકડી ઝડપ કર્યા વગર સાવધાની પૂર્વક પ્રથમ તો વસ્ત્રનું નિરીક્ષણ કરવું જોઈએ. તે પછી યત્નપૂર્વક વસ્ત્રને ઝાપટવાં જોઈએ જેથી જીવજંતુ નીકળી જાય. જો ન નીકળે તો યત્નપૂર્વક હાથેથી લઈને જીવજંતુને એકાંત સ્થળે ફેંકી દેવા જોઈએ. આ કામ કરતી વખતે શરીર અને વસ્ત્ર આદિને આમ તેમ નચાવવાં ન જોઈએ. વસ્ત્ર ક્યાંયથી વળેલું ન હોવું જોઈએ. આ કામ સાવધાનીથી એકદમ ન કરવું જોઈએ. દીવાલ વગેરેનો સંપર્ક ન થવો જોઈએ. આ ઉપરાંત જે વસ્ત્રની પ્રતિલેખના કરવામાં આવી રહી હોય તેના ત્રણ ભાગ કરી પ્રત્યેક ભાગને બન્ને બાજુથી જોવાં
१ पुढवी आउक्काए तेउ-वाऊ-वणस्सइ-तसाणं ।
पडिलेहणा आउत्तो छण्हं संरक्खओ होइ ॥
–૩. ર૬. ૩૦-૩૧. ૨ તથા જુઓ પૃ. ૨૫૬, પા. ટિ. ૪, ઉ. ૧૭, ૧૦, ૧૪. ૩ ઉ. ૨૯. ૧૫. ૪ જુઓ – પૃ. ૨૫૮, પા. ટિ. ૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org