________________
પ્રકરણ ૪ : સામાન્ય સાધ્વાચાર
૨૯૭
જોઈએ અથવા પછી પ્રત્યેક ભાગને ત્રણ ત્રણ વાર (પરિમ નવરોટ) તપાસવાં જોઈએ. છતાં તેમાં જીવજંતુ રહ્યાં હોય તો હાથથી કાઢીને જીવની રક્ષા કરવી જોઈએ. આમ સાવધાનીપૂર્વક કરવામાં આવેલ પ્રતિલેખના અને પ્રમાર્જના પ્રશસ્ત કહેવાય છે અને અસાવધાનીપૂર્વક કરવામાં આવેલ પ્રતિલેખના અને પ્રમાર્જના અપ્રશસ્ત ગણાય છે. ગ્રંથમાં અપ્રશસ્ત પ્રતિલેખનાના કેટલાક પ્રકાર દર્શાવવામાં આવ્યા છે જેનો ત્યાગ જરૂરી છે. અપ્રશસ્ત પ્રતિલેખનાના કેટલાક પ્રકારો આ પ્રમાણે છે :
૧ આરબીટા (જની પ્રતિલેખના થતી હોય તે વસ્ત્રને પૂર્ણ પ્રતિલેખના કર્યા વગર જ વચ્ચે બીજા વસ્ત્રની પ્રતિલેખના કરવાની શરૂઆત કરવી), ૨ સમ્મદ (વસ્ત્રના છેડાને પકડીને અથવા વસ્ત્ર ઉપર બેસીને પ્રતિલેખના કરવી), ૩ મોસલી (વસ્ત્રને ભીંત વગેરેના ટેકાથી ઉપર નીચે તથા ત્રાંસુ કરીને પ્રતિલેખના કરવી), ૪ પ્રસ્ફોટના (વસ્ત્રને જોરથી ઝાપટવું), ૫ વિક્ષિપ્તા (પ્રતિલેખના કર્યા વગરના અને પ્રતિલેખના કરેલા વસ્ત્રને ભેગાં કરી દેવા), ૬ વેદિકા (ઘૂંટાની ઉપર નીચે ત્રાંસુ રાખી અથવા વચ્ચે રાખી પ્રતિલેખના કરવી), ૭ પ્રશિથિલ (વસ્ત્રને ઢીલી રીતે પકડવું), ૮ પ્રલંભ (વસ્ત્રના એક ખૂણાને પકડી
१. उड्ढं थिरं अतुरियं पुव्वं ता वत्यमेव पडिलेहे ।
तो बिइयं पप्फोडे तइयं च पुणो पमज्जिज्ज || अणच्चावियं अकलियं अणाणुबंधिममोसलि चेव । छप्पुरिमा नव खोडा पाणीपाणिविसोहणं ।।
–૩. ર૬. ૨૪-૨૫.
તથા જુઓ - કમળસૂત્ર, પૃ. ૪૦૯-૪૧૦. २ आरभडा सम्म्दा वज्जेयव्वा य मोसली तइया ।
पप्फोडणा चउत्यो विक्खिता वेइया छट्ठी । पसिढिलपलंबलोला एगामोसा अणेगरूवधुणा । कुणइ पमाणे पमायं संकियगणणोवगं कुज्जा ।।
–૩. ર૬. ર૬-ર૭.
पडिलेहणं कुणंतो मिहो कहं कुणइ जणवयकहं वा । देइ व पच्चक्खाणं वाएइ सयं पडिच्छइ वा ।।
–૩. ર૬. ર૯.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org