________________
ર૯૮ ઉત્તરાધ્યયન-સૂત્રઃ એક પરિશીલન બાકીના ભાગને લટકતો રાખવો), ૯ લોલ (વસ્ત્રને જમીન ઉપર લટકતું રાખવું), ૧૦ એકામર્ષા (વસ્ત્રને ઢસરડવું), ૧૧ અનેકરૂપધૂના (અનેક રીતે વસ્ત્રને હલાવવું), ૧ર પ્રમાણ-પ્રમાદ (પ્રતિલેખનાના પ્રમાણમાં પ્રમાદ કરવો), ૧૩ શંકિતે ગણાનોપયોગ (કેટલી વાર પ્રતિલેખના થઈ ચૂકી છે એવા પ્રમાણમાં શંકા થતાં ફરી આંગળીથી ગણવા માંડવું), ૧૪ આદત્તચિત્ત (પ્રતિલેખના કરતી વખતે વાર્તાલાપ, કથા, નિત્યકર્મ, પઠન-પાઠન વગેરમાં ધ્યાન આપવું), ૧૫ જૂનાધિક (કોઈ ભાગમાં ઓછી કે વધારે વાર પ્રતિલેખના કરવી).
આમ, ઓછી, વધારે અને વિપરીત પ્રતિલેખના ન કરીને, શાસ્ત્રોક્ત વિધિથી જ પ્રતિલેખના કરવી એ પ્રશસ્ત છે અને બાકીની બીજી બધી અપ્રશસ્ત છે. તેથી પ્રશસ્ત પ્રતિલેખના માટે સર્વ પ્રકારની સાવધાની જરૂરી છે જેથી જીવોની હિંસા પણ ન થાય અને શાસ્ત્રોક્ત વિધિમાં પ્રમાદ પણ ન થાય.
૫ ઉચ્ચાર સમિતિ - મળ (ઉચ્ચાર), મૂત્ર (પ્રસવણ) વગેરે (મુખનો મેલ, નાકનો મેલ, શરીરની ગંદકી, ફેંકી દેવા જેવો આહાર, ઉપયોગહીન ઉપકરણા, નખ) વગેરે ફેંકી દેવા લાયક પદાર્થોને વિધિપૂર્વક ફેંકવા યોગ્ય (ભુત્સર્જન યોગ્ય) એકાન્ત જગ્યાએ છોડી દેવા એ ઉચ્ચાર સમિતિ છે. એટલે કે મલમૂત્રાદિ ત્યાગવા લાયક ધૃણિત પદાર્થોને એવી જગાએ છોડી દેવા જોઈએ જેથી જીવોની હિંસા પણ ન થાય અને કોઈને એથી ધૃણા પણ ન થાય.
१ अणूणाइरित्तपडिलेहा अविवच्चासा तहेव य ।
पढमं पयं पसत्यं सेसाणि उ अप्पसत्थाई ।।
–૩. ર૬. ૨૮.
२ उच्चारं पासवणं खेलं सिघाणजल्लियं ।
आहारं उवहि देहं वावि तहाविहं ।।
–૩. ર૪. ૧૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org