________________
પ્રકરણ ૪: સામાન્ય સાધ્વાચાર,
ર૯૯
વ્યુત્સર્જન યોગ્ય (ઈંડિલ) ભૂમિ ? ત્યાજ્ય પદાર્થોને ફેંકી દેવા યોગ્ય સ્થાન આ પ્રકારનું હોવું જોઈએ". ૧ આવાગમન જ્યાં સાવ ન થતું હોય જ્યાં કોઈ આવતું ન હોય તથા દૂરથી તે જગ્યાને કોઈ જોઈ શકે એમ ન હોય અર્થાતુ જે અનાપાત અસંલોક હોય. એ સિવાય એવું પણ ન હોવું જોઈએ કે જ્યાં કોઈ આવતું તો ન હોય પણ દૂરથી જોઈ રહ્યું હોય. અનાપાત સંલોક-અથવા કોઈ આવી પણ રહ્યું હોય અને કોઈ પણ રહ્યું હોય. આપાતસંલોક-આમ આવાગમથી સર્વથા શૂન્ય એવું તે સ્થાન હોવું જોઈએ. ૨ જ્યાં ક્ષુદ્ર જીવાદિની પણ હિંસા સંભવતી ન હોય, ૩ સમતળ હોય, ૪ ઘાસ વગેરેથી પથરાયેલ ન હોય, ૫ વધારે સમય પહેલાં અચિત કરવામાં આવેલ સ્થાનમાં જીવાદિની ઉત્પત્તિ સંભવતી હોવાથી જે સ્થાનને થોડા સમય પહેલાં જ અચિત કરવામાં આવેલ હોય, ૬ વિસ્તૃત હોય, ૭ ખૂબ નીચે સુધી અચિત હોય, ૮ ગામ વગેરેની પાસે ન હોય, ૯ છિદ્રરહિત હોય અને ૧૦ ત્રસ જીવ અને અંકુરોત્પન્ન કરનાર શાલ્ય વગેરના બીજ વગરની હોય.
આમ આ પાંચ પ્રકારની સમિતિઓ સાધુને સાવધાનીપૂર્વક સદાચારમાં પ્રવૃત્તિ કરવાની શિક્ષા આપે છે. જીવોની હિંસા ન થાય અને અહિંસાદિ વ્રતોનું યોગ્ય રીતે પાલન થઈ શકે તે માટે આ સમિતિઓ અને તે સાથે જ ગુપ્તિઓનું પ્રતિપાદન કરવામાં આવેલ છે. ગ્રંથમાં સમિતિવાળા સાધુનું લક્ષણ કહેતી વખતે જણાવવામાં આવ્યું છે કે જે કોઈના પ્રાણનો ઘાત નથી કરતો તથા તેની રક્ષા કરવામાં તત્પર રહે છે તે સમિતિવાળો કહેવાય છે. તેની પાસે પાપ કર્મ, ઉચ્ચ સ્થાનમાં રહેલ પાણીની જેમ ટકતું નથી. સમિતિવાળા સાધુનું સંસારભ્રમણ
१. अणावायमसंलोए अणावाए चेव होइ संलोए ।
आवायमसंलोए आवाए चेव संलोए । अणावायमसंलोए परस्सणुवघाइए । समे अज्झुसिरे यावि अचिरकालकयम्मि य ।। विच्छिण्णे दूरमोगाढे नासने बिलवज्जिए । तसपाणबीरहिए उच्चाराईणि वोसिरे ॥
–૩. ૨૪. ૧૬-૧૮.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org