________________
૩૦૦
ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલના અટકી જાય છે અને સમિતિથી રહિત સાધુ સંસારમાં ભટકતો રહે છે. આમ ગુપ્તિ અને સમિતિરૂપ આઠ પ્રવચન માતાઓ મહાવ્રતોનાં રક્ષામાં તથા મુક્તિમાર્ગને પ્રાપ્ત કરવામાં પ્રમુખ હેતુ છે.
ષ-આવશ્યક વૈદિક સંસ્કૃતિમાં જેમ બ્રાહ્મણ માટે પ્રાત:કાળે અને સંધ્યાકાળે સંધ્યાવંદન વગેરે નિત્યકર્મ જરૂરી છે તે રીતે જૈન સાધુએ પણ સામાયિક આદિ છે નિત્યકર્મ કરવાનાં હોય છે. અવશ્યકરણીય નિત્યકર્મ હોવાથી તેને “આવશ્યક કહેવામાં આવેલ છે. આ છ આવશ્યકોનાં નામ વગેરે આ પ્રમાણે છે :
૧ સમતાભાવ રાખવો (સામાયિક). ર ચોવીશ તીર્થકરોની સ્તુતિ કરવી (ચતુર્વિશતિસ્તવ) ૩ ગુરુની વંદના કરવી (વંદન) ૪ સદાચારમાં લાગેલ દોષોનું પ્રાયશ્ચિત કરવું (પ્રતિક્રમણ) ૫ ચિત્તને એકાગ્ર કરી શરીર પરના મમત્વને દૂર કરવું (કાયોત્સર્ગ) ૬ આહાર આદિનો ત્યાગ કરવો (પ્રત્યાખ્યાન).
૧ સામાયિક આવશ્યક : સ + ગાય + 3 = સામાયિક અર્થાતુ રાગ, દ્વેષથી રહિત થઈ સમતાભાવમાં સ્થિર થવું. આથી જીવ બધા પ્રકારની પાપાત્મક
१ आउत्तया जस्स न अस्थि कावि इरियाइ भासाइ तहेसणाए । आयाणनिक्खेवदुगंछणाए न वीरजायं अणुजाई मग्गं ।।
–૩. ૨૦. ૪૦. पाणे य नाइवाएज्जा से समीय ति वच्चई ताई। तओ से पावयं कम्मं निज्जाइ उदगं व थलाओ ॥
–૩. ૮. ૬. તથા જુઓ ઉ. ૧ર. ૧૭, ૩૧. ૭, ૩૪. ૩૧. २ अवश्यं कर्तव्यं आवश्यकं, श्रमणादिभिरवश्यं उभयकालं क्रियते ।
–ગાવપૂત્ર, મતf, પૃ. ૮૬. તથા જુઓ – મૂલાવાર, ધશ્નર ૭; માપૂર્વ, પૃ. ૮૩-૮૫. ૩ ઉ. ર૯. ૮-૧૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org