________________
પ્રકરણ ૪ : સામાન્ય સાધ્વાચાર
૩૦૧
પ્રવૃત્તિઓ (સાવદ્ય-યોગ)માંથી વિરક્ત થઈ જાય છે. જિનભદ્ર સામાયિકને ચૌદ પૂર્વો (જિનવાણી)ના સાર તરીકે દર્શાવેલ છે.
૨ ચતુર્વિશતિસ્તવ આવશ્યક ઃ જૈન ધર્મના પ્રવર્તક ચોવીશ તીર્થકરો અને સિદ્ધોની સ્તુતિ કરવી એને ચતુર્વિશતિસ્તવ આવશ્યક કહેવામાં આવે છે. તેનાથી જીવ દર્શનની વિશુદ્ધિ કરે છે. આ આવશ્યકમાં જૈન તીર્થંકરોની જે સ્તુતિ કરવાનું વિધાન કરવામાં આવ્યું છે તેનું કારણ એ છે કે તેમના ગુણોનું ચિંતન કરી પોતાની અંતધ્યેતના જાગૃત કરી શકાય કારણ કે જૈન તીર્થકર વીતરાગ હોવાને કારણો ઉપાસકનો કોઈ પ્રકારનો ઉપકાર કરતા નથી.
૩ વંદન આવશ્યક : ગુરુનું અભિવાદન કરવું એ વંદન આવશ્યક છે. જો ગુરુ ઉપસ્થિત ન હોય તો તેમનો મનમાં સંકલ્પ કરીને અભિવાદન કરવું જોઈએ. ગ્રંથમાં, પ્રત્યેક આવશ્યકની પહેલાં અને પછી ગુરુની વંદના અવશ્યકરણીય ગણવામાં આવી છે. આ વંદનઆવશ્યકનું ફળ દર્શાવતાં લખવામાં આવ્યું છે કે “ગુરુવંદનાથી જીવ નીચ ગોત્રકર્મનો ક્ષય કરી ઉચ્ચ ગોત્રકર્મનો બંધ કરે છે અને અપ્રતિહત સૌભાગ્યશાળી તથા સફળ આજ્ઞાવાળો બની સર્વત્ર આદર પ્રાપ્ત કરે છે.
१. सामाइएणं सावज्जजोगविरई जणयइ ।
–૩. ર૯. ૮. २ सामाइयं संखेवो चोद्दसपृव्वत्थापिंडोत्ति ।
–વિશેષાવશ્યમાષ્ય, ગાથા ર૭૯૬. 3 चउव्वीसस्थएणं दंसणविसोहि जणयइ ।
–૩. ૨૯. ૯. જુઓ – ગોવર્ધન, ગાથા ૧૦૭૬. थयथुइमंगलेण नाणदंसणचरित्त बोहिलाभं जणयह ।....यणं जीवे अंतकिरियं कप्पविमाणोववत्तियं आराहणं आरोहेइ ।
–૩. ર૯. ૧૪. ૪ જુઓ - સામાવાની ! ५ वंदणएणं नीयागोयं कम्मं खवेइ । उच्चागोयं कम्मं निबंधइ । सोहग्गं च णं अपडिहयं आणाफलं निव्वत्तेइ । दाहिणभावं च णं जणयइ ।
–૩. ર૯. ૧૦.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org