________________
૩૦૨ ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન
૪ પ્રતિક્રમણ આવશ્યક : “પ્રતિ' ઉપસર્ગપૂર્વક ગમનાર્થક “ક્રમે ધાતુમાંથી પ્રતિક્રમણ શબ્દ નિષ્પન્ન થયો છે. તેનો અર્થ છે : પ્રતિકૂળપાદનિક્ષેપ-અર્થાત્ સદોષ આચરણમાં જેટલા આગળ વધેલ તેટલું જ પાછા જઈ સ્વસ્થાન ઉપર આવવું. એટલે પ્રતિક્રમણનો દોષોનું પ્રાયશ્ચિત (પશ્ચાતાપ) કરવું એવો અર્થ થાય. આ પ્રતિક્રમણ સવારે તથા સાંજે કરવામાં આવે છે એ ઉપરાંત દૈનિક નાનામાં નાની ક્રિયા કરતી વખતે તથા વિશેષ અવસરે પણ કરવામાં આવે છે. ગ્રંથમાં તેના ફળનું વર્ણન કરતાં લખવામાં આવ્યું છે કે પ્રતિક્રમણથી જીવ વ્રતોના છિદ્રો (દોષો)ને દૂર કરે છે પછી શુદ્ધવ્રતધારી થઈ કર્માસવોને રોકીને તથા આઠ પ્રવચનમાતાઓ દ્વારા સાવધાન થઈ વિશુદ્ધ ચારિત્રને પ્રાપ્ત કરી સંયમમાં વિચરે છે.
આ પ્રતિક્રમણ આવશ્યક પ્રાયશ્ચિત તપનો એક ભેદ વિશેષ છે જેનું આગળ ઉપર તપના પ્રકરણમાં વર્ણન કરવામાં આવશે. પ્રતિક્રમણ એક નાનું પ્રાયશ્ચિત છે અને એ “મારું પાપ મિથ્યા થાય” (મિચ્છામિ દુક્કડ) એટલું કહેવા માત્રથી પૂર્ણ થાય છે. અર્થાત્ સ્વયંના દોષને સ્વયં સમક્ષ કહીને આત્મનિન્દા કરવામાં આવે છે. આ આત્મનિન્દારૂપ પશ્ચાત્તાપથી જીવ પક શ્રેણી (કરણગુણ શ્રેણી)ને પ્રાપ્ત કરી મોહનીય કર્મનો ક્ષય કરે છે. પ્રતિક્રમનું જૈન શાસ્ત્રોમાં ઘણું મહત્ત્વ છે તેથી સમસ્ત આવશ્યક ક્રિયાને માટે “પ્રતિક્રમણ' શબ્દનો પણ પ્રયોગ થાય છે.
१ प्रतीयं क्रमणं प्रतिक्रमणं, अयमर्थ : शुभयोगेभ्योडशुभयोगान्तरं क्रान्तस्य शुभेषु एव क्रमणात्प्रतीयं क्रमणम् ।
-हेमचन्द्रकृत योगशास्त्र-स्वोपत्रवृत्ति, तृतीय प्रकाश । ૨ જુઓ - સામારી; અવશ્ય નિર્યુ,િ ગાથા ૧૨૪૪. 3 पडिक्कमणेणं वयछिद्दाणि पिहेइ । पिहियवयछिद्दे पुण जीवे निरुद्धासवे असबलचरिते अटुसु पवयणमायासु उवउत्ते अपुहत्ते सुप्पणिहिए विहरइ ।
–૩. ર૯. ૧૧. ૪ જુઓ પૃ. ર૩૩, પા. ટિ. ૧. ૫ ઉ. ર૯. ૬. ૬ જુઓ – મળમૂત્ર, પૃ. ૨૨૯-૨૧).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org