________________
પ્રકરણ ૪ : સામાન્ય સાધ્વાચાર
ર૯૩
સમયને અનુકૂળ, હિત-મિત-પ્રિય અને સત્ય વચન બોલવું એ સત્ય મહાવ્રતનું પાલન કરવામાં સહાયક થાય છે.
૩ એષણા સમિતિ : જો કે સાધુ સર્વ પ્રકારની ધન-સંપત્તિનો ત્યાગ કરી દે છે પરંતુ જીવન-નિર્વાહ માટે આહારાદિની આવશ્યક્તા રહે છે. તેથી તે ગૃહસ્થના ઘરેથી નિયમાનુકૂળ આહારાદિને માગીને પોતાનો જીવન-નિર્વાહ ચલાવે છે. આ આહારાદિની પ્રાપ્તિમાં અને તેના ઉપભોગ આદિમાં જે પ્રકારની સાવધાની આવશ્યક હોય છે તેને એષણ સમિતિ કહેવામાં આવે છે. આ બાબતમાં ગ્રંથમાં સામાન્યરૂપે દર્શાવવામાં આવ્યું છે કે સાધુએ આહાર, ઉપકરણ (વસ્ત્ર, પાત્ર વગેરે) અને શય્યા (ઉપાશ્રય-નિવાસ સ્થાન) આદિની ગવેષણ કરતી વખતે ગવેષણાના ઉદ્દગમ અને ઉત્પાદન સંબંધી, ગ્રહણ કરવાની ગ્રહણષણા સંબંધી અને ઉપભોગ કરવાની પરિભોગેષણા સંબંધી દોષોથી બચવું જોઈએ. એટલે કે આહારાદિને શોધવા સંબંધી, ગ્રહણ કરવા સંબંધી અને ઉપભોગ કરવા સંબંધી શાસ્ત્રોક્ત બેંતાલીશ દોષો-જેનાથી સાધુ હિંસાદિ દોષોનો ભાગીદાર બની શકે છે તેમાંથી બચવા માટે પ્રયત્ન કરવો જોઈએ.
१ गवसणाए गहणे य परिभोगेसणा य जा।
आहारोवहिसेज्जाए एए तिनि विसोहए ।। उग्गमुप्पायणं पढमे बीए सोहेज्ज एसणं । परिभोयम्मि चउक्कं विसोहेज्ज जय जई ।।
-૩. ૨૪. ૧ર-૧૩. ૨ એષણા સમિતિમાં ધ્યાનમાં રાખવા યોગ્ય છેતાલીશ દોષો આ પ્રમાણે છે : ક ગવેષણ સંબંધી બત્રીશ દોષ-આમાંથી સોળ દોષ ઉદ્દગમ-સંબંધી છે જેને
માટે ગૃહસ્થ જવાબદાર છે તથા બાકીના સોળ ઉત્પાદન સંબંધી છે. જેના નિમિત્ત સાધુ બને છે. જેમકે: ઉદ્ગમ સંબંધી સોળ દોષ-૧. આઘાકર્મ (સાધુને ઉદ્દેશીને બનાવવામાં આવેલ આહારાદિ), ઓદ્દેશિક (સામાન્ય વાચકોને ઉદ્દેશીને બનાવવામાં આવેલ), ૩. પૂર્તિકર્મ (શુદ્ધ આહારને આધાકર્માદિથી મિશ્રિત કરીને બનાવવામાં આવેલ. ૪. મિશ્રજાત (સ્વયંને અને સાધુને એક સાથે અનુલક્ષીને બનાવવામાં આવેલ, ૫. સ્થાપના (સાધુ માટે અલગ સુરક્ષિત રાખવામાં આવેલ), ૬. પ્રાભૃતિકા કોઈ જમણવાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org