________________
પ્રકરણ ૪ : સામાન્ય સાધ્વાચાર
રપ૩
નથી. આ પરથી સ્પષ્ટ છે કે દીક્ષા લેવી એ ગૃહસ્થાશ્રમમાંથી પલાયન નથી. જો સન્યાસ લેવા છતાં રાગ-દ્વેષની ભાવના ચાલુ રહેતી હોય તો તેને પલાયન કહી શકાય. તેથી જેન-સાધુ માટે સર્વ પ્રકારનાં મમત્વની સાથે પોતાના દેહ સાથેનું મમત્વ પણ છોડી દેવાનું કહેવામાં આવ્યું છે.
દીક્ષાગુરુ દીક્ષા લેતી વખતે સામાન્ય રીતે દીક્ષા દેનાર ગુરુની પણ આવશ્યક્તા રહે છે. સાધક જેના સાંનિધ્યમાં દીક્ષિત થાય છે તે તેનો “દીક્ષાગુરુ' કહેવાય છે. જો આવા કોઈ દીક્ષાગુરુ ન મળે તો સમર્થ થતાં તે સ્વયં દીક્ષા લઈ શકે છે અને દીક્ષિત થઈ અન્ય લોકોનો પણ દીક્ષાગુરુ બની તેને સાધુધર્મમાં દીક્ષિત કરી શકે છે. જેમ કે રાજીમતી પ્રથમ સ્વયે દીક્ષા લે છે અને પછી અન્ય જીવોની દીક્ષાગુરુ બને છે. અહીં એટલી વિશેષતા છે કે જે ઉંમરમાં મોટો હોય તે જ ગુર બને એમ નથી પણ જે પ્રથમ દીક્ષા લે છે તે ગુર બને છે. જેની દીક્ષા જેટલા અધિક સમયની હોય તેટલો તે અધિક પૂજ્યપણ બને છે. તેથી દીક્ષા લઈ લીધા પછી તે પોતાના માતા-પિતા આદિ બધા કુટુંબીજનો દ્વારા પણ
१ मासे मासे तु जो बालो कुसग्गेणं तु भुंजए ।
न सो सुक्खायधम्मस्स कलं अग्धइ सोलसिं ।।
–૩. ૯. ૪૪.
२. जे कम्हिवि न मुच्छिए स भिक्खू ।
–૩. ૧૫. ૨.
वी सट्टकाया सुइचत्तदेहा ।
–૩. ૧ર. ૪૨.
3 संजओ चइउं रज्जं निक्खंतो जिणसासणे । गद्दभालिस्स भगवओ अणगारस्स अंतिए ॥
–૩. ૧૮. ૧૯.
४ सा पव्वइया संती पव्वावेसी तहिं बहुं ।
–૩. ૧૨. ૩૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org