________________
પરિશિષ્ટ ૨ : વિશિષ્ટ વ્યક્તિઓનો પરિચય
૪૭૫
ઉદાયન : એ સૌવિર (સિંઘ) દેશના રાજા હતા. તેમણે મહાવીર સ્વામી પાસેથી દીક્ષા લઈ મુક્તિ પ્રાપ્ત કરી.
બ8ષભ : તેઓ જૈન ધર્મના પ્રથમ તીર્થકર છે. તેમનું ગોત્ર કાશ્યપ હતું. તેમને ધર્મોનું મુખ ગણવામાં આવેલ છે. ઈન્દ્રાદિ દેવો તેમની પૂજા કરે છે. તેમનો ધર્મ ભગવાન મહાવીરના ધર્મની જેમ પાંચ મહાવ્રતવાળો હતો.
કપિલર : તેઓ “ઉત્તરાધ્યયન'ના આઠમા અધ્યયનના આખ્યાતા છે. તેઓ વિશુદ્ધ પ્રાજ્ઞ હતા. ટીકાકારોએ લખ્યું છે કે એક દાસી સાથે પ્રેમ થતાં તેઓ તે દાસીની અભિલાષા પૂરી કરવા માટે રાજદરબારમાં યાચના માટે ગયા. સંયોગવશ રાજાએ પ્રસન્ન થઈ તેમને યથેચ્છ ધન માગવા કહ્યું. તે સમયે એમને લોભની અસીમતાનો ખયાલ આવ્યો અને બધું છોડીને તેઓ સાધુ બન્યા.
કમલાવતી : તે ઈષકાર દેશના રાજાની ધર્મપત્ની હતી. તેના ઉપદેશથી રાજાને બોધ પ્રાપ્ત થયો અને પછી બંનેએ દીક્ષા લઈ કર્મોનો ક્ષય કરી મોક્ષ પ્રાપ્ત કર્યો.
કરકંડૂ ઃ તેઓ કલિંગ દેશના રાજા હતા. તેમની ગણના “પ્રત્યેકબુદ્ધોમાં થાય છે. તેમણે પુત્રને રાજ્ય કારભાર સોંપ્યો હતો અને જિનદીક્ષા લઈ મોક્ષ મેળવ્યો. ૧ ક. ૧૮. ૪૮
૨ ઉ. ૨૫. ૧૧, ૧૪, ૧૬, ર૩. ૮૭. ૩ ઉ. ૮. ૨૦ અને ટીકાઓ ૪ ઉ. ૧૪. ૩, ૩૭. ૫ ઉ. ૧૮. ૪૬-૪૭. ૬ બોધિ પ્રાપ્ત કરનારા મુનિ ત્રણ પ્રકારના હોય છે.
૧ સ્વયંબુદ્ધ (જાતે જ બોધિપ્રાપ્ત કરે છે) ૨ પ્રત્યેક બુદ્ધ (કોઈ એક ઘટનાને નિમિત્તે બોધિ પ્રાપ્ત કરે છે) ૩ બુદ્ધબોધિત (બોધિ-પ્રાપ્ત વ્યક્તિઓના ઉપદેશથી બોધિ પ્રાપ્ત કરે છે)
–આચાર્ય તુલસી ઉ. ભાગ ૧. પૃ. ૧૦૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org