________________
ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન
અન્ધકવૃષ્ણિ :
તે સમુદ્રવિજય, વસુદેવ, અરિષ્ટનેમિ, કૃષ્ણ વગેરેના પૂર્વજ છે તેમના નામે પછીથી એમના કુળનું નામ અન્ધકવૃષ્ણિ પડ્યું.
અરિષ્ટનેમિ :
તે બાવીશમા તીર્થંકર છે. તે શૌર્યપુરના રાજા સમુદ્રવિજયની પત્ની શિવાના પુત્ર હતા. તે કૃષ્ણવર્ણના હતા અને મહાપુરુષોચિત ૧૦૦૮ લક્ષણોથી સંપન્ન હતા. તેમના શરીરનું બંધારણ વિશેષ પ્રકારનું હતું. જ્યારે તેઓ રાજીમતી સાથે વિવાહ કરવા માટે જાન સાથે જઈ રહ્યા હતા ત્યારે વૈરાગ્ય ઉત્પન્ન થતાં તેમણે દીક્ષા લઈ લીધી. તેમને વૃષ્ણિપુંગવ (યાદવવંશી રાજાઓમાં પ્રધાન) કહેવામા આવેલ છે.
૪૭૪
ઈપુકાર :
તેઓ કુરુ જનપદના ઈષુકાર નગરના રાજા હતા. પોતાની પત્ની કમલાવતી દ્વારા પ્રબોધિત થતાં તેમણે જિનદીક્ષા લીધી અને કર્મો નષ્ટ કરી મોક્ષ પ્રાપ્ત કર્યો. બૃહદ્વૃત્તિમાં તેમનું મૂળ નામ ‘સીમંધર’ છે તથા બૌદ્ધ ગ્રંથોમાં ‘એષકારી’ નામે તેમનો ઉલ્લેખ થયો છે .
ઈન્દ્ર' ઃ
તે દેવોના શાસક છે. તેમને શક્ર અને પુરંદર એવાં નામો પણ મળેલાં છે. તેમણે બ્રાહ્મણવેશે રાજા નમિની દીક્ષા વખતે રાજાનાં કર્તવ્યોનો ઉલ્લેખ કરી સંયમની દઢતા જાણવા માટે નમિને કેટલાક પ્રશ્નો પૂછ્યા. પછી નમિએ આપેલ સયુક્તિક ઉત્તરો સાંભળી તેમની ઈન્દ્રે સ્તુતિ કરી.
૧ જુઓ - ઉ. સૌ. અધ્યયન પૃ. ૩૯૯.
૨ જુઓ - રાજીમતી આખ્યાન પરિ.૧.
૩ . ૧૪. ૩, ૪૮.
૪ ઉ. વૃવૃત્તિ પત્ર ૩૯૪, હસ્તિપાલ જાતક ૫૦૯.
૫ ઉ. અધ્યયન ૯.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org