________________
૪૭૩
પરિશિષ્ટ ૨ વિશિષ્ટ વ્યક્તિઓનો પરિચય ગ્રંથમાં ઉલ્લેખિત નીચે જણાવેલ બધી વ્યક્તિઓ કઈ ઐતિહાસિક નથી છતાં વિષયને રોચક અને પ્રભાવોત્પાદક બનાવવા માટે સંવાદોમાં અને કથાઓમાં તેમને સામેલ કરવામાં આવેલ છે.
અનાથી મુનિ : પ્રભૂતધનસંચય પિતાનો પુત્ર જીવનની પ્રથમ અવસ્થામાં જ ચક્ષુરોગથી પીડિત થયો. અનેક પ્રયત્નો કર્યા છતાં જ્યારે રોગ શાંત ન થયો ત્યારે તે જેનશ્રમણ બન્યો. તેનો રાજા શ્રેણિક સાથે વાર્તાલાપ થયો. તેમાં તેણે ધર્મહીનને અનાથ' અને ધાર્મિક આચરણ કરનારને “સનાથ' કહ્યા. તેનું રૂપ તથા તેજ આશ્ચર્યકારી હતાં. તેણે અનાથતાનું વર્ણન કર્યું તેથી તે “અનાથીમુનિ' કહેવાયા.
અર (અરહનાથ) : તે સાતમા ચક્રવર્તી રાજા અને અઢારમા તીર્થંકર હતા.
૧ જુઓ – પરિશિષ્ટ ૧પૃ. ૪૫૯. ૨ ઉ. ૧૮.૪૦. ૩ બાર ચક્રવર્તી રાજાઓ આ પ્રમાણે છે : ભરત, સગર, મઘવા, સનકુમાર,
શાન્તિ, કુંથુ, અરહ, સુભૂમ, મહાપદ્મ, હરિષેણ, જય અને બ્રહ્મદત્ત. ૪ જેન ધર્મમાં ચોવીશ તીર્થંકરો આ પ્રમાણે છે : ૧ ત્રીષભ, ર અજિત, ૩
સંભવ, ૪ અભિનંદન, પ સુમતિ, ૬ પખંભ, ૭ સુપાર્શ્વ, ૮ ચંદ્રપ્રભ, ૯ પુષ્પદન્ત (સુવિધિ), ૧૦ શીતલ, ૧૧ શ્રેયાંસ, ૧ર વાસુપૂજ્ય, ૧૩ વિમલ, ૧૪ અનન્ત, ૧૫ ધર્મ, ૧૬ શાંતિ, ૧૭ કુન્યુ, ૧૮ અર (અર), ૧૯ મલ્લિ, ૨૦ મુનિસુવ્રત, ૨૧ નમિ, રર નેમિ, ૨૩ પાર્થ અને ર૪ મહાવીર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org