________________
ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન કાશીરાજ :
ટીકાઓમાં તેમને ‘નન્દન’ નામવાળા સાતમા બલદેવ તરીકે વ્યક્ત કરવામાં આવેલ છે. તેમણે કામભોગો છોડી જિનદીક્ષા લીધી હતી.
૪૭૬
કુન્થુ :
તેઓ છઠ્ઠા ચક્રવર્તી તથા સત્તરમા જૈન તીર્થંકર હતા. ઈક્ષ્વાકુ કુળમાં તેઓ વૃષભ સમાન શ્રેષ્ઠ અને વિખ્યાત યશ સંપન્ન હતા.
કેશવ :
તેઓ શૌર્યપુરના રાજા વસુદેવના પુત્ર વાસુદેવ (કૃષ્ણ) છે. તે અંતિમ (નવમા) વાસુદેવ છે". તે શંખ, ચક્ર તથા ગદા ધારણ કરતા હતા. તેઓ અપ્રતિહત યોદ્ધા પણ હતા. તેમની માતાનું નામ દેવકી હતું. તેમણે જ અરિષ્ટનેમિના લગ્ન માટે ભોગરાજની પુત્રી રાજીમતીની યાચના કરી હતી અને તેમના જ મદોન્મત્ત હાથી ઉપર આરૂઢ થઈ અરિષ્ટનેમિ વિવાહાર્થે જતા હતા. જ્યેષ્ઠ હોવાથી તેમણે અરિષ્ટનેમિને અભીષ્ટ ફલ પ્રાપ્તિનો આશીર્વાદ
૧ ૩. ૧૮. ૪૯.
૨ નવ બલદેવ આ પ્રમાણે છે : અચળ, વિજય, ભદ્ર, સુપ્રભ, સુદર્શન, આનંદ, નંદન, પદ્મ (રામચંદ્ર) અને રામ (બલરામ).
૩ ૬. ૧૮. ૩૯.
૪ ૯. ૨૨. ૨, ૬. ૮, ૨૭, ૧૧. ૨૧.
૫ વાસુદેવને બલદેવના નાના ભાઈ ગાવામાં આવે છે. વાસુદેવની સંખ્યા નવની છે અને તેમના શત્રુ પ્રતિવાસુદેવોની સંખ્યા પણ નવની છે. તેમના નામો આ પ્રમાણે છે :
નવ વસુદેવો
: ત્રિપૃષ્ઠ,
Jain Education International
પુરુષોત્તમ,
દત્ત,
નવ પ્રતિ વાસુદેવો અશ્વગ્નીવ,
મધુકેટભ,
પ્રહ્લાદ,
દ્વિપૃષ્ઠ,
પુરુષસિંહ,
નારાયણ (લક્ષ્મણા),
તારક,
નિશુંભ,
રાવણ,
For Private & Personal Use Only
સ્વયંભૂ,
પુરુષપુંડરિક, કૃષ્ણ (કેશવ)
મેક,
બિલ,
જરાસંઘ.
www.jainelibrary.org