________________
પરિશિષ્ટ ૨ : વિશિષ્ટ વ્યક્તિઓનો પરિચય
૪૭૭
આપ્યો અને દીક્ષા લીધેલ અરિષ્ટનેમિને વંદન પણ કર્યા. સંભવત: કૃષ્ણાનું ચરિત્ર જૈન-ગ્રંથોમાં સર્વ પ્રથમ અહીં પ્રાપ્ત થાય છે. તેઓ અરિષ્ટનેમિના પિતરાઈ ભાઈ થતા હતા.
ફેશિકુમાર શ્રમણ : તેઓ પાર્શ્વનાથના મહાયશસ્વી શિષ્ય (ચોથા પટ્ટધર) હતા. તેઓ શિષ્યો સાથે પ્રામાનુગ્રામ વિહરતા શ્રાવસ્તીના “તિન્દુક' નામના ઉદ્યાનમાં રોકાયા. ત્યાં તેમણે ભગવાન મહાવીરના શિષ્ય ગૌતમ સાથે ધર્મ-ભેદવિષયક શિષ્યોની શંકા દૂર કરવા માટે ચર્ચા કરી તેમને અવધિજ્ઞાન થયેલું.
કોશલ રાજા : તેઓ કોશલ દેશના પ્રખ્યાત રાજા હતા. યક્ષદેવતાની પ્રેરણાથી તેમણે પોતાની કન્યા ભદ્રાને હરિકેશિબલ સાથે પરણાવવા ઈચ્છા કરી હતી પણ હરિકેશિબલે તેનો સ્વીકાર ન કર્યો.
ક્ષત્રિય મુનિ ? તેમણે રાજપાટ છોડીને જિનદીક્ષા લીધી હતી. સંજય ઋષિ સાથે તેમણે વાર્તાલાપ કર્યો અને તેમાં જિનદીક્ષા લઈ મુક્તિ પ્રાપ્ત કરનાર અનેક ધાર્મિક મહાપુરુષોના દૃષ્ટાંતો આપવામાં આવ્યાં. આત્મારાજીએ તેમને મહાવીર સ્વામીના સમ-સમયવર્તી ગણ્યા છે.
ગર્ગાચાર્ય મુનિ : તેમણે અવિનીત શિષ્યોને સમાધિમાં બાધક માની તેમનો ત્યાગ કર્યો અને પોતે પૃથ્વી ઉપર એકલા વિચરવા લાગ્યા.
ગર્દભાલી મુનિ : તેઓ ઉગ્ર તપસ્વી હતા. એકવાર તેઓ કાંપિલ્ય નગરના “કેશર' ઉદ્યાનમાં ધર્મધ્યાન કરતા હતા ત્યારે તેમની પાસે આવેલ મૃગોમારનાર રાજાએ તેમની માફી માંગી અને જિનદીક્ષા લીધી.
૧ ઉ. અધ્યયન ર૩ ૩ ઉ. ૧૯-ર૦, ૨૪ ૫ ઉ. ર૭, ૧, ૧૬-૧૭
૨ ઉ. ૧૨. ૨૦, રર. ૪ એજન ટીકા, પૃ. ૭૪ર ૬ ઉ. ૧૮, ૯, ૧૯, રર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org