________________
ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન ગૌતમ ઃ
તેઓ મહાવીરના પ્રથમ ગાધર (પ્રમુખ શિષ્ય) હતા . એમનો સમય ઈ. પૂ. ૬૦૭નો લગભગ મનાય છે. એકવાર તેઓ પોતાના શિષ્ય પરિવાર સાથે ગ્રામાનુગ્રામ ફરતાં શ્રાવસ્તીના ‘કોષ્ટક' ઉદ્યાનમાં રોકાયા. ત્યાં કેશિકુમાર સાથે થયેલ ધર્મ-ભેદ વિષયક તત્ત્વર્ચામાં તેમણે સમાધાનાત્મક ઉત્તરો આપ્યા. અને બંને પરંપરાઓમા ઉપર છલ્લા દેખાતા મતભેદોને દૂર કર્યા. પછી કેશિકુમારે પોતાના શિષ્ય પરિવાર સાથે એમણે દર્શાવેલ માર્ગનું અનુસરણ કર્યું. દશમા અધ્યયનમાં ગૌતમને લક્ષ્ય કરીને અપ્રમત્ત થવાનો ઉપદેશ આપવામાં આવ્યો છે. તેમને ‘ભગવાન’ જેવા, શબ્દોથી સંબોધવામાં આવે છે. એમણે મોક્ષ પ્રાપ્ત કર્યો હતો.
૪૭૮
ચિત્ત મુનિ :
તેઓ પુરિમતાલ નગરના વિશાળ શ્રેષ્ઠિકુળમાં ઉત્પન્ન થયા હતા. પછીથી જૈન શ્રમણા થયા. તેઓ પોતાના પાછલા પાંચ જન્મોમાં ક્રમશઃ દશાર્ણા દેશમાં દારૂપે, કલિંજર પર્વત ઉપર મૃગરૂપે, મૃતગંગાના કાંઠે હંસરૂપે, કાશીમાં ચાંડાલરૂપે અને દેવલોકમાં દેવરૂપે પોતાના ભાઈ સંભૂત (બ્રહ્મદત્ત ચક્રવર્તી) સાથે ઉત્પન્ન થયા હતા. પા છઠ્ઠા જન્મમાં જ્યારે બંને કાંપિલ્ય નગરમાં મળ્યા ત્યારે બંનેએ પોતપોતાના સુખ દુ:ખનો એકબીજાને ખ્યાલ આપ્યો. બ્રહ્મદત્તે પોતાનો વૈભવ ચિત્તમુનિને આપવા ઈચ્છા કરી પણ ચિત્તમુનિએ તેનો સ્વીકાર કર્યો નહિં. તેમણે બ્રહ્મદત્તને ધર્મોપદેશ આપ્યો પણ જ્યારે તેના ઉપર ઉપદેશની કોઈ અસર ન થઈ ત્યારે તેઓ ઉપદેશ આપવો વ્યર્થ છે એમ માની જતા રહ્યા. પછી ઉગ્ર તપ કરી મોક્ષ મેળવ્યો.
૧ ઉ. અધ્યયન ૧૦ બ. ૨૩,
૨ ગૌતમ પોતાના (શિષ્ય પરિવાર સાથે મહાવીરના શિષ્ય કેવી રીતે બન્યા ?
જુઓ - વિશેષાવવમાઘ્યમાં ગણધરવાદ
૩ જુઓ - ચિત્તસંભૂત સંવાદ પા. ટિ. ૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org