________________
પરિશિષ્ટ ૨ : વિશિષ્ટ વ્યક્તિઓનો પરિચય ૪૭૯
ચલણી રાણી :
એ બ્રહ્મદત્ત ચક્રવર્તીની માતા હતી.
જય :
એ અગિયારમો ચક્રવર્તી રાજા હતો. તેમણે અનેક રાજાઓ સાથે રાજ્ય છોડી જિનદીક્ષા લીધી અને મોક્ષ પ્રાપ્ત કર્યો.
જયઘોષ :
તેઓ જાતિએ બ્રાહ્મણ હતા પછી જૈનમુનિ બની એમણે યમયજ્ઞ કર્યો. એકવાર જ્યારે તેઓ પોતાના ભાઈ વિજયઘોષના યજ્ઞમંડપમાં પહોંચ્યા ત્યારે બ્રાહ્મણો સાથે થયેલા સંવાદમાં તેમણે યજ્ઞ અને બ્રાહ્મણનું સાચું સ્વરૂપ દર્શાવ્યું. તેમના ઉપદેશના પ્રભાવથી વિજયઘોષ પણ જૈનશ્રમણ બન્યો. પછી બંનેએ મોક્ષ પ્રાપ્ત કર્યો.
દશાર્ણભદ્ર :
દશાર્ણાદેશનો રાજા હતો. ઈન્દ્રની પ્રેરણાથી તેમણે જિનદીક્ષા લીધી હતી.
દ્વિમુખ' :
પાંચાલ દેશનો રાજા હતો. પુત્રને રાજ્ય દઈ તેમણે દીક્ષા લીધી. દેવકી :
તે રાજા વસુદેવની પત્ની અને કૃષ્ણની માતા હતી.
દોગુન્દુક દેવ :
નિત્ય પ્રસન્નચિત્ત અને સ્વર્ગના સુખોનો અનુભવ કરનાર દેવ હતો. નગતિ :
ગાંધાર દેશનો રાજા હતો. પુત્રને રાજ્ય સોંપી તેણે દીક્ષા લીધેલી. નમિ :
તેઓ વિદેહના રાજા હતા. તેમની રાજધાની મિથિલા હતી. દીક્ષાના સમયે બ્રાહ્મણ વેશધારી ઈન્દ્ર સાથે એમનો સંવાદ થયો અને તેમાં તેમણે પોતાનો દૃઢ
૧ ૬. ૧૩. ૧.
૩ ૯. ૨૫. ૧, ૩૬
૫ ઉ. ૧૮. ૪૬-૪૭ ૭ ઉ. ૧૯. ૩.
Jain Education International
૨ ૬. ૧૮. ૪૩.
૪ ૬, ૧૮. ૪૪.
૬
૩. ૨૨. ૨-૩.
૮
ઉ. ૧૮. ૪૬-૪૭.
For Private & Personal Use Only
www.jainelibrary.org