________________
પ્રકરણ ૫ : વિશેષ સાધ્યાચાર
૩૩૩
કરવાં. ૨. પ્રતર તપ (સમ-ચતુર્ભુજાકાર)-સમાનાકાર ચાર ભુજાઓની જેમ જ્યારે શ્રેણીતપ ચાર વખત પુનરાવૃત્ત થાય છે ત્યારે તેને સોળ ઉપવાસ પ્રમાણ પ્રતર તપ કહેવામાં આવે છે. ૩. ઘન તપ-પ્રતર તપને જ્યારે શ્રેણી તપથી ગુણવામાં આવે છે ત્યારે તેને (૧૬૮૪૬૬૪ ઉપવાસ પ્રમાણ) ઘન તપ કહેવામાં આવે છે. ૪ વર્ગ તપ-ઘન તપને જ્યારે ઘનતપથી ગણવામાં આવે છે ત્યારે તેને (૬૪૮૬૪=૪૦૯૬ ઉપવાસ પ્રમાણ) વર્ગતપ કહેવામાં આવે છે. પ. વર્ગ વર્ગ તપ-વર્ગ તપને જ્યારે વર્ગ તપથી ગુણાવામાં આવે છે ત્યારે તેને (૪૦૯૪૪૯૬૪=૧૬૧૭૭ર૧૬ ઉપવાસ પ્રમાણ) વર્ગ-વર્ગ તપ કહેવામાં આવે છે. ૬. પ્રકીર્ણ તપ-શ્રેણી આદિની નિયત રચનાથી રહિત પોતાની શક્તિ અનુસાર યથાકથંચિત અનશન તપ કરવામાં આવે છે તેને પ્રકીર્ણ તપ કહેવામાં આવે છે.
આ રીતે, ઇત્વરિક અનશન તપના આ છ ભેદોમાં પ્રથમ પાંચ નિયતક્રમ રૂપતાની અપેક્ષા રાખે છે જ્યારે અંતિમ છઠ્ઠો ભેદ ક્રમરૂપતાથી રહિત છે. ઉપર શ્રેણીતપને જે ચાર ઉપવાસ પ્રમાણ માનીને પ્રતર તપ આદિનું સ્વરૂપ દર્શાવવામાં આવ્યું છે તે નેમિચંદ્રની વૃત્તિને આધારે દૃષ્ટાંતરૂપે રજુ કરેલ છે. તેથી એ પ્રકારે પાંચ કે છ ઉપવાસ-પ્રમાણ શ્રેણી તપ માનીને આગળની તપોના ઉપવાસ-પ્રમાણને સમજી લેવું જોઇએ.
ખ મરણકાલ અનશન તપ (નિરવકાંક્ષ-સ્થાયી)-આ આયુષ્ય પર્યત કરવામાં આવે છે. તેમાં ભોજન-પાનની આકાંક્ષા ન રહેતી હોવાથી તે નિરવકાંક્ષ અથવા સ્થાયી કહેવાય છે. આ તપ મૃત્યુની અત્યંત સમિક્ટ (અવયંભાવી) હોવાથી શરીરત્યાગ (સલ્લેખના) માટે કરવામાં આવે છે. ગ્રંથમાં નીચે જણાવેલ ત્રણ અપેક્ષાઓથી તેના ભેદોનો વિચાર કરવામાં આવે છે.
૧. શરીરની ચેષ્ટા અને નિષ્ઠતાની અપેક્ષાએ “સવિચાર' (જેમાં શરીરની હલન-ચલનરૂપ ક્રિયા થાય છે) અને “અવિચાર (શરીરની ચેષ્ટાથી રહિત) એવા બે ભેદ છે.
૧ ૩. ને. , પૃ. ૩૩૭; છે. ૩. ડું. મા-૪૫, પૃ. ૧૭૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org