________________
૩૩૪
ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન
૨. સેવા કરાવવી અને ન કરાવવી એ દૃષ્ટિએ “સપરિકર્મ” (જેમાં બીજા દ્વારા સેવા કરાવવામાં આવે છે) અને “અપરિકર્મ' (જેમાં સેવા કરાવવામાં આવતી નથી) એવા બે ભેદ છે. - ૩. તપ કરવાના સ્થાનની દષ્ટિએ “નીહારી' (પર્વત, ગુફા, વગેરેમાં લેવામાં આવેલ મરાકાલિક અનશન તપ) અને “અનીહારી” (ગાય, નગર વગેરેમાં લેવામાં આવેલ) એવા બે ભેદ છે. બંને તપોમાં આહાર-ત્યાગ આવશ્યક
૨. ઊણોદરી (અવમોદર્ય) તપ : ભૂખ હોય તે કરતાં ઓછું ખાવું એ ઊણોદરી તપ છે. ગ્રંથમાં તેનો દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવ અને પર્યવચરકની દૃષ્ટિએ વિચાર કરવામાં આવેલ છે. તેથી તેના દ્રવ્ય ઊણોદરી આદિ પાંચ ભેદ થાય છે. તેનાં સ્વરૂપાદિ આ પ્રમાણે છે.
ક દ્રવ્ય ઊણોદરી : જેનો જે સ્વાભાવિક આહાર છે તેમાં ઓછામાં ઓછો એક કોળીઓ ઓછો ખાવો એ દ્રવ્ય ઊણોદરી છે.
આ ક્ષેત્ર ઊણોદરી : તેનું બે પ્રકારે વર્ણન કરવામાં આવેલું છે. ૧. ગાય, નગર, રાજધાની, ઘર વગેરે ક્ષેત્રની સીમા નિશ્ચિત કરી લેવી કે અમુક-અમુક ક્ષેત્રમાંથી મળેલ ભિક્ષાન્ન દ્વારા જ પેટ ભરીશ. ૨. અમુક પ્રકારના ક્ષેત્રવિશેષમાંથી પ્રાપ્ત ભિક્ષાત્ર દ્વારા જ જીવનયાપન કરીશ. આમાં બીજા પ્રકારનાં ક્ષેત્ર, ઊણોદરી તપના દષ્ટાન્ત રૂપે ગ્રંથમાં છ પ્રકારો ગણાવેલ છે. જેમકે ૧ પેટા (પેટિકા જેવા આકારવાળા ઘરોમાંથી આહાર લેવો) ૨. અર્ધપેટા (અર્ધપેટિકા જેવા આકારવાળા ઘરોમાંથી આહાર લેવો) ૩. ગોમૂત્રિકા (ગોમૂત્ર જેમ વક્ર આકારે ભિક્ષાર્થે જઇને આહાર લેવો) ૪. પતંગ વિથિકા (વચ્ચે વચ્ચે કેટલાક ઘર છોડીને ભિક્ષા લેવી). ૫. શંબૂકાવર્ત (શંખની જેમ ચક્રના આકારે જઈ આહાર લેવો) અને ૬. આચન ગત્વા પ્રત્યાગતા (પહેલાં અન્ન લીધા સિવાય
१ ओमोयरणं पंचहा समासेण वियाहियं ।
दव्वओ खेत्तकालेणे भावेणं पज्जवेहि य ।।
–૩. ૩૦. ૧૪.
તથા જુઓ - ઉ. ૩૦. ૧૫-૨૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org