________________
પ્રકરણ ૫ : વિશેષ સાધ્વાચાર
૩૩૫
સીધા દૂર સુધી જતા રહેવું અને પછી પાછા વળતી વખતે ભિક્ષા લેવી).
આ બધા ભેદ ક્ષેત્ર-સંબંધી નિયમોને આધારે દર્શાવેલ છે. ક્ષેત્ર-ભેદની અપેક્ષાએ તેના અન્ય અનેક ભેદ પડી શકે છે. આ બધાનું તાત્પર્ય એટલું જ છે. કે આહાર પ્રાપ્તિના ક્ષેત્રને સીમિત (ન્યૂન) કરી લેવું જેથી ઓછો આહાર મળે. ક્ષેત્રની ન્યૂનતા થતાં, ક્યારેક ક્યારેક સંભવે કે ભરપેટ ભોજન મળી જાય તેવી ક્ષેત્રની ન્યૂનતા એટલી અવશ્ય રહેવી જોઇએ જેથી ભરપેટ ભોજન ન મળે.
ગ કાલ ઊણોદરી : સામાન્ય રીતે દિવસમાં બારથી ત્રણ વાગ્યાની વચ્ચે (તૃતીય પૌરુષી) ભિક્ષાર્થે જવાનું વિધાન છે. ભિક્ષા ગ્રહણ કરવાના આ નિશ્ચિત સમયના પ્રમાણને કંઇક ઓછું કરવું એ કાલ ઊણોદરી કહેવાય અર્થાત એવો નિયમ લેવો કે તૃતીય પૌરુષીનો ચતુર્થાંશ વીતી ગયા બાદ ભિક્ષા લઇશ અથવા બીજી રીતે સમય નક્કી કરવો જે સામાન્ય રીતે નિશ્ચિત સમયના પ્રમાણથી કંઇક ઓછો હોય જ. ભિક્ષા ગ્રહણ કરવાના સમયની ન્યૂનતા થવાથી ભોજનની પ્રાપ્તિમાં કમી થવાનો સંભવ છે. તેથી તેને કાલ-ઊણોદરી કહેવામાં આવે છે.
ઘ ભાવ ઊણોદરી : ભાવ પ્રધાન હોવાથી તેને ભાવ ઊણોદરી કહેવામાં આવે છે. તેમાં ભિક્ષાર્થે જતી વખતે એવો નિયમ કરવામાં આવે છે કે સ્ત્રી કે પુરુષ, અલંકૃત કે અનલંકૃત, યુવા કે બાળક, સૌમ્યાકૃતિવાળા કે અન્ય કોઈ વિશેષ પ્રકારનો ભાવ-ભંગિમાવાળા દાતા મળે તો જ ભિક્ષા લઇશ, નહીતર નહીં લઉં. આ પ્રકારનો નિયમ લેનાર સાધુ બધી જગાએથી ભિક્ષા ન મળવાને કારણે ભૂખ્યો રહે એવો સંભવ છે તેથી તેને ભાવ ઊણોદરી કહેવામાં આવે છે.
૬. પર્યાવચરક ઊણોદરી : ઉપર જણાવેલ ચારેય પ્રકારથી ન્યૂનવૃત્તિ હોય તેને પર્યવચરક ઊણોદરી કહેવામાં આવે છે. અર્થાતુ દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવ એ ચારેય પ્રકારે ઊણોદરી વ્રતનું પાલન કરવામાં આવે તે પર્યવચરક ઊણોદરી કહેવાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org