________________
૩૩૬
ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન
૩ ભિક્ષાચર્યા તપ : ભિક્ષા દ્વારા પ્રાપ્ત ભોજન-પાનથી જીવનયાપન કરવું એ ભિક્ષાચર્યા તપ છે. ગ્રન્થમાં ભિક્ષાચર્યાને વિભિન્ન સ્થાને ગોચરી (ગાય જેવું આચરણ), મૃગચર્યા (મૃગ જેવું આચરણ) અને કપોત વૃત્તિ (કબુતર જેવું આચરણ) પણ કહેવામાં આવેલ છે. તે પરથી ભિક્ષાચર્યાના સ્વરૂપ વિશે જાણવા મળે છે. જેમ કે
૧ ગોચરી જે રીતે ગાય તૃષાદિનું થોડું થોડું ભક્ષણ કરતી તેને જડમાંથી ઊખેડી નાખતી નથી તે રીતે ભિક્ષાચર્યાવાળો સાધુ આહારની ગવેષણા કરતી વખતે ગૃહસ્થને પુનઃ ભોજન રાંધવા માટે મજબૂર કરતો નથી પણ થોડો થોડો આહાર સ્વીકારે છે.
૨ મૃગચર્યા કે જે રીતે મૃગ અનેક સ્થળોએ ભ્રમણ કરીને પોતાના ઉદરનું પોષણ કરે છે તથા રોગાદિ થતાં પણ ઔષધિ વગેરેનું સેવન ન કરી એકલો જ સર્વત્ર વિચરણ કર્યા કરે છે તે રીતે ભિક્ષાચર્યાવાળો સાધુ કોઈ એક ખાસ ઘરેથી નહીં પણ અનેક ઘરોમાંથી થોડી થોડી ભિક્ષા લાવી ઉદર-પોષણ કરે છે. તથા માંદગી વખતે દવાના ઉપચારની ઇચ્છા ન કરીને એકલો ફરે છે.
૩ કપોતવૃત્તિ ઃ જેમ કબુતર કાંટા છોડી પરિમિત અન્નકણોને ચણો છે તે રીતે એષણા- સમિતિ-સંબંધી દોષોને રક્ષીને સાધુ પરિમિત અને શુદ્ધ (એષણય) આહાર સ્વીકારે છે.
આ રીતે ભિક્ષા દ્વારા જ જીવન-યાપન કરવાને કારણે સાધુને ભિક્ષુ” શબ્દથી પણ વ્યક્ત કરવામાં આવે છે. આ ભિક્ષાયચર્યા તપની ચર્ચા વખતે
- १. जहा भिए एग अणेगचारी अणेगवासे धुवगोअरे य ।
‘एवं मुणी गोयरियं पविढे नी हीलए नोवि य खिसएज्जा ॥
–૩. ૧૬. ૮૪.
ર એજન ઉ. ૧૯, ૭૭-૮૯. ૩ વોય ના રૂમ વિત્તી ||
–૩. ૧૬. ૩૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org