________________
પ્રકરણ ૫ : વિશેષ સાધ્વાચાર.
૩૩૭
ગ્રંથમાં આઠ પ્રકારની ગોચરી, સાત પ્રકારની એષણા તથા અન્ય નિયમ વિશેષો (અભિગ્રહ)નું પાલન કરવાની રીતને ભિક્ષાચર્યા કહેવામાં આવેલ
૧. આઠ પ્રકારની ગોચરી : ક્ષેત્ર ઊણોદરીની ચર્ચા વખતે કહેવામાં આવેલા પેટા, અર્ધપેટા વગેરે છ પ્રકારોને અહીં આઠ પ્રકારની ગોચરીના રૂપમાં વર્ણવેલ છે. જેમકેઃ પેટા, અર્ધપેટા, ગોમૂત્રિકા, અને પતંગવીથિકા-આ પ્રકાર જેમના તેમ છે. એ ઉપરાંત, “શંખૂકાવર્ત'ના બાહ્ય અને આત્યંતર એવા બે ભેદ છે તથા “ગાયત જતા પ્રત્યાતિ’ના પણ જુગતિ (સીધા જઈ સીધા પાછા ફરવું) અને વક્રગતિ (વક્રગતિએ જઈ તે જ રીતે પાછા ફરવું) એવા બે ભેદ પાડેલ છે. આ રીતે ભિક્ષા માટે જતી વખતે ક્ષેત્ર સંબંધી નિયમવિશેષ લેવા એ આઠ પ્રકારની ગોચરી કહેવાય.
૨. સાત પ્રકારની એષણાઓ (અન્નાદિ ગ્રહણ કરવાના નિયમો) : (૧) સંસૃષ્ટા (ભોજનની સામગ્રીથી પાત્ર ભરેલું હોય તોજ) ભિક્ષા લેવી. (૨) અસંસૃષ્ટા-પાત્ર ભોજનની સામગ્રીથી ભરેલું ન હોય તો જ ભિક્ષા લેવી (૩) ઉદ્ધતા-જે ભોજન રસોડામાંથી બહાર લાવી ગૃહસ્થ થાળી વગેરેમાં પોતાને માટે પીરસેલું હોય તેમાંથી લેવું (૪) અલ્પલંપિકા-ભૂજેલા ચણા વગેરે લેવા (૫) ઉદ્દગૃહીતા-(ભોજનના સમયે ખાનારને પીરસવા માટે જે ભોજન સામગ્રી વગેરેથી કાઢીને જુદું રાખેલ હોય તે લેવું (૬) પ્રગૃહીતા (ભોજનાર્થીને દેવા માટે ઉદાત દાતાના હાથમાં રહેલ સામગ્રી લેવી) અને (૭) ઉક્કિતધર્મા-(સારહીન લુખ્ખો આહાર લેવો).
૩. અન્ય અભિગ્રહ (ખાસ નિયમ) : પોતાની ઈચ્છા પ્રમાણે કોઈ નિયમ લેવો- અમુક પરિસ્થિતિ હશે તો જ આહાર લઇશ. જેમકે: ૧. દ્રવ્યાભિગ્રહ (કોઈ ખાસ પાત્રમાં રાખેલ કોઈ વિશેષ પ્રકારના આહારને લેવાની પ્રતિજ્ઞા) ૨. ક્ષેત્રાભિગ્રહ-(જો ઉંબરો દાતાની વચ્ચે રહે એમ દાતા ઊભો હોય તો જ આહાર લેવો એવી) ક્ષેત્ર સંબંધી પ્રતિજ્ઞા. ૩. કાલાભિગ્રહ-જ્યારે બધા સાધુ ભિક્ષા લઇ આવશે ત્યારે ભિક્ષાર્થે જતાં જે મળશે તે લેવાની પ્રતિજ્ઞા અને ૪. ભાવાભિગ્રહ (જો કોઈ હસતાં હસતાં કે રડતાં રડતાં દેશે તો લઇશ એવી પ્રતિજ્ઞા આ રીતે અન્ય વિવિધ પ્રતિજ્ઞાઓ સમજી શકાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org