________________
૩૩૮ ઉત્તરાધ્યયન-સૂત્રઃ એક પરિશીલના છે. ટીકા ગ્રંથોને તપાસતાં જાણવા મળે છે કે આ ગોચરી આદિ કેટલાક ખાસ નિયમો છે અને તેનો સંકલ્પ કરીને સાધુ ભિક્ષા માટે જાય છે. જો એ લીધેલા સંકલ્પો અનુકૂળ ભિક્ષા મળે તો સાધુ તેને સ્વીકારે છે અને જો તે સંકલ્પો અનુસાર ન મળે તો તે અનશન તપ કરે છે. - આ રીતે ભિક્ષાચર્યા અને ઊણોદરી તપમાં અનેક સ્થળે સમાનતા જોવા મળે છે કારણ કે નિયમ વિશેષ લેવાથી ઓછું ભોજન મળે એ સ્વાભાવિક છે. આમ થવા છતાં પણ, ભિક્ષાચર્યા એ સામાન્ય તપ છે અને ઊણોદરી એ વિશેષ તપ છે. ઊોદરીમાં ભૂખ્યા હોઇએ તે કરતાં ઓછું ખાવાની બાબત મુખ્ય છે જ્યારે ભિક્ષાચર્યામાં ભિક્ષા લેવા સંબંધી ખાસ નિયમોની પ્રધાનતા છે. તેથી ભિક્ષાચર્યામાં સાધુ પેટ ભરીને ભોજન કરી શકે છે. તેને લગતા જે નિયમો છે તે પોતાની ઇન્દ્રિયોની સ્વચ્છન્દ પ્રવૃત્તિઓને રોકવા માટે છે. ભિક્ષાચર્યા એ સાધુનું સામાન્ય તપ છે અને તેનું તે દરરોજ પાલન કરે છે અને ઊણોદરી એ વિશેષ તપ છે અને તેનું પાલન ક્યારેક ક્યારેક કરવાનું હોય છે. તેથી ગ્રન્થમાં સાધુના જીવનને ભિક્ષાચર્યાના રૂપમાં પ્રદર્શિત કરવામાં આવેલ છે. ભૃગુ પુરોહિતની પત્ની ભિક્ષાચર્યાની કઠોરતાનું વર્ણન કરતી વખતે કહે છે કે “ધર્યશીલ અને તપસ્વી જ આ (ભિક્ષાચર્યા)ને ધારણ કરી શકે છે. આ રીતે ભદ્રા (સોમદેવની
સ્ત્રી) રાજકુમારી ભિક્ષાર્થે આવેલ હરિકેશિબલ મુનિની ઉપર ક્રોધિત થનારા બ્રાહ્મણોને કહે છે કે ભોજનાર્થ ઉપસ્થિત થયેલા સાધુનો તિરસ્કાર કરવો અથવા તેને મારવા એ નખથી પર્વત ખોદવા સમાન, દાંતથી લોખંડ ચાવવા સમાન, અગ્નિને પગથી છૂંદવા સમાન અને પતંગીયા દ્વારા આગમાં ઝંપલાવી
१ अट्ठविहगोयरग्गं तु तहा सत्तेव एसणा ।
अभिग्गहा य जे अन्ने भिक्खायरियमाहिया ।।
–૩. ૩૦. ૨૫.
૨ એજન 3 धीरा हु भिक्खारियं वरंति ।।
–૩. ૧૪. ૩૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org