SearchBrowseAboutContactDonate
Page Preview
Page 363
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૫ : વિશેષ સાધ્વાચાર તેને ઓલવવા સમાન ઉપહાસને પાત્ર છે. ૪ રસ-પરિત્યાગ તપ : દૂધ, દહીં, ઘી વગેરે સરસ પદાર્થોના સેવનનો ત્યાગ કરવો એ રસ પરિત્યાગ નામનું તપ છેઅે. સામાન્ય રીતે સાધુ માટે નીરસ આહાર કરવાનું વિધાન છે અને જો તેને સરસ આહાર મળી જાય તો તે તેને પણ લઇ શકે છે. પરંતુ, રસ-પરિત્યાગ તપને આચરનારો સાધુ રસના ઇન્દ્રિયને મધુર લાગનારા દૂધ, દહીં, ઘી વગેરે તથા તેનાથી બનેલ સરસ ભોજનાદિને પ્રાપ્ત કરે તો પા તેને ખાઈ શકતો નથી. આ રીતે, આ તપ કરવાથી સાધુની ઇન્દ્રિયાગ્નિ ઉદ્દીપ્ત થતી નથી અને બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરવામાં સહાય મળે છે. માટે સાધુ આહાર એ સંયમનું પાલન કરવા માટે છે. શરીરની પુષ્ટિ કે રસાસ્વાદનો અનુભવ કરવા માટે નથી. તેથી આ તપનું આચરણ પણ જરૂરી બને છે. ૫ કાયકલેશ તપ : સુખાવહ વીરાસન વગેરે (પદ્માસન, ઉત્કટાસન વગેરે)માં શરીરને સ્થિત રાખવું એ કાયકલેશ તપ છે. કાયકલેશ તપના આ લક્ષણમાં ‘જીવને સુખ આપનાર' (સુખાવહ) એવું વિશેષણ લગાડવાથી એ બધાં કુત્સિત તપોનું કે જે १. गिरि नहेहिं खणह अयं वंतेहिं खायह । जायतेयं पाएहिं हणह जे भिक्खुं अवमन्त्रह || તથા જુઓ - ઉ. ૧૨. ૨૭. २ खीरदहिसप्पिमाई पाणीयं पाणभोयणं । परिवज्जणं रसाणं तु भणियं रसविवज्जणं ॥ 3 ठाणा वीरासणाईया जीवस्स उ सुहावहा । उग्गा जहा धरिज्जंति कायकिलेसं तमाहियं ॥ Jain Education International ૩૩૯ For Private & Personal Use Only ૧૩. ૧૨. ૨૬. –૩. ૩૦. ૨૬. ૧૩. ૩૦. ૨૭. www.jainelibrary.org
SR No.002136
Book TitleAgam 43 Mool 04 Uttaradhyayan Sutra Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorSudarshanlal Jain
PublisherParshwanath Shodhpith Varanasi
Publication Year2001
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy