________________
૩૪૦
ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન ઐહિક વિષયાભિલાષા અથવા ક્રોધાદિને કારણે કરવામાં આવે છે તેનું ખંડન થઇ જાય છે. જે કેશલોચ સાધુને કરવો પડે છે તે પણ એક પ્રકારનું કાયકલેશ તપ છે. કેશલોચ સાધુ માટે આવશ્યક ગણાય છે કારણ કે કેશ રાખવાથી તેમાં “જુ' જેવાં જીવોની ઉત્પત્તિ સંભવે છે. તેથી એક નિશ્ચિત સમયની અંદર કેશને ખેંચી નાખવા પડે છે. દિગંબર-પરંપરામાં સાધુના અઠ્યાવીશ મૂળ ગુણો (પ્રધાન ગુણો)માં કેશલોચને પણ એક મૂળગુણ માનવામાં આવે છે. કેશ ખેંચી કાઢવા એ કાર્ય ખૂબ જ કઠીન પણ છે. આમ વીરાસન આદિમાં સ્થિર રહેવાથી શરીરને ખૂબ કષ્ટ પડે છે તેથી તેને કાયકલેશતપ કહેવામાં આવે છે. આનાથી શરીરમાં નિશળતા અને અપ્રમત્તતા આવે છે.
૬ પ્રતિસંલીનતા (સંલીનતા અથવા
વિવિક્તશયનાશન તપ) સ્ત્રી-પશુ આદિની સંકીર્ણતાથી રહિત એકાન્તસ્થાન (ગુફા, શૂન્યવર વગેરે)માં નિવાસ (શયન અને આસન)કરવું એ વિવિક્તશયનાસન તપ છે અર્થાતુ અરણ્યાદિ એકાત્તસ્થાન (વિવિક્તસ્થાન)માં નિવાસ કરવાનો હોય છે. સાધુએ સામાન્ય રીતે એકાન્ત સ્થાનમાં રહેવું એવું વિધાન છે. અહીં તેને તપના રૂપમાં વર્ણિત કરવામાં આવેલ છે. આ વિવિક્તશયનાસનને જ સંલીનતા કે પ્રતિસલીનતા તપ-ના નામે ઉલ્લેખવામાં આવેલ છે. જો કે ગ્રન્થમાં બાહ્ય તપના ભેદોને ગણાવતી વખતે આ તપનું “સંલીનતા” એવું નામ આપવામાં આવ્યું છે પરંતુ १ स्थानानि वीरासनादीनी, लोचाधुपलक्षणं चैतत् ।
-એજન ને. વૃ. પૃ. ૩૪૧. २ वदसमिदिदियरोघो लोचावस्सयमचेलमण्हाणं । खिदिसदणमयंतयणं ठिदिमोयणमेगभत्तं च । एदे खलु मूलगुणा समणाणं जिणवरेहिं पण्णत्ता ।
–અવવનસાર, ૩. ૮-૬. 3 केसलोओ अं दारूणो ।
–૩, ૧૬. ૩૪. ४ एगंतमणावाए इत्थीपसुविवज्जिए ।। सयणासणसेवणया विवित्तसयणासणं ।।
–૩. ૩૦. ૨૮.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org