________________
ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન
જેટલી સરળતાથી તપ કહી શકાય એટલી સરળતાથી વૈયાવૃત્ય વગેરેને ન કહી શકાય. તેથી તે ભાવ-પ્રધાન હોવાથી આપ્યંતર તપ ગણાય છે. હવે, ક્રમશઃ એ બધા પ્રકારનાં તપોનું ગ્રન્થાનુસાર વર્ણન કરવામાં આવશેઃ
૩૩૨
બાહ્ય તપ :
પહેલાં જણાવવામાં આવ્યું છે કે શારીરિક બાહ્ય ક્રિયા સાથે ખાસ સંબંધ રાખવાને કારણે અનશન આદિ છ બાહ્ય તપ ગણાય છે. એમ કહેવાનું તાત્પર્ય એવું નથી કે તેનું આત્યંતર શુદ્ધિ સાથે કોઈ પ્રયોજન નથી તેને બાહ્ય તપ કહેવાનું મૂળ પ્રયોજન એ છે કે આ અત્યંતર શુદ્ધિ કરતાં બાહ્યશુદ્ધિ પ્રત્યે અધિક જાગૃતિ પ્રદર્શિત કરે છે. તેનાં સ્વરૂપાદિ આ પ્રમાણે છે :
૧. અનશન તપ ઃ
બધા પ્રકારનાં ભોજન-પાનનો ત્યાગ કરવો એ અનશન તપ છે. આ કેટલાક સમય માટે અથવા જીવનપર્યન્ત પણ કરી શકાય છે. તેથી તેના બે ભેદ પાડવામાં આવ્યા છે.૧. ઇત્વરિક અનશન તપ (કેટલાક સમય માટે ક૨વામાં આવેલ-સાધિક) તથા ૨. મરણકાળ અનશન તપ (જીવન-પર્યન્ત માટે કરવામાં આવેલ-નિરવધિક).
ક ઇત્યકિ અનશન તપ (સાવકાંક્ષ-અસ્થાયી)-આ તપને કરનાર સાધક એક નિશ્ચિત અવધિ બાદ ભોજન ગ્રહણ કરે છે. તેથી ગ્રન્થમાં આ તપને ‘સાવકાંક્ષ' (જેમાં ભોજનની આકાંક્ષા ટકી રહે છે) કહેવામાં આવેલ છે. સંક્ષેપમાં તેના અવાન્તર છ પ્રકારો દર્શાવવામાં આવ્યા છે, વિસ્તારથી જોઇએ તો મનોનુકૂળ અનેક પ્રકારો સંભવે. અવાન્તર છ પ્રકારો આ પ્રમાણે છે: ૧. શ્રેણીતપ-એવી રીતે ઉપવાસ કરવો કે જેથી એક શ્રેણી (હારમાળા) બની જાય. જેમકે-બે દિવસનું, ત્રણ દિવસનું, ચાર દિવસનું, પાંચ દિવસનું વગેરે ક્રમે
१ इत्तरिय मरणकाला य अणसणा दुविहा भवे । इत्तरिय सावकंखा निरवकंखा उ विहज्जिया ||
તથા જુઓ - ઉ. ૩૦. ૧૦-૧૩, ૨૬. ૨૫.
Jain Education International
For Private & Personal Use Only
૧૩. ૩૦. ૬.
www.jainelibrary.org