________________
પ્રકરણ ૫ : વિશેષ સાધ્વાચાર
૩૩૧
આપવામાં આવેલ છે. તે બાર પ્રકારનાં નામો ક્રમશઃ આ પ્રમાણે છે:
૧. અનશન (બધા પ્રકારના આહારનો પૂરેપૂરો ત્યાગ), ૨. ઊણોદરી (અવમોદર્ય-ભૂખ હોય તે કરતાં ઓછું ખાવું), ૩. ભિક્ષાચર્યા (ભિક્ષાટનના નિશ્ચિત નિયમોનું પાલન કરતાં કરતાં ભિક્ષાત્ર દ્વારા જીવન-યાપન કરવું), ૪. રસ-પરિત્યાગ (ઘી વગેરે સરસ દ્રવ્યોનો ત્યાગ), ૫. કાય કલેશ (શરીરને કષ્ટ પડે તેવા યોગાસનાદિ કરવા), ૬. સંલીનતા અથવા વિવિક્તશયનાસન (એકાન્ત અથવા નિર્જન જગાએ નિવાસાદિ કરવાં), ૭. પ્રાયશ્ચિત (પાપાચારનું શોધન), ૮. વિનય (ગુરુજનો આદિ પ્રત્યે વિનમ્રતાનો ભાવ), ૯. વૈયાવૃત્ય (ગુરુજનો વગેરેની સેવા-સુશ્રુષા કરવાં), ૧૦. સ્વાધ્યાય (જ્ઞાનાર્જન કરવું), ૧૧. ધ્યાન (ચિત્તને એકાગ્ર કરવું), ૧૨. વ્યુત્સર્ગ અથવા કાયોત્સર્ગ (શરીર ઉપરના મમત્વને દૂર કરવું).
ઉપર્યુક્ત બાર પ્રકારનાં તપના પ્રકારોમાં અનશન આદિ પ્રથમ છ તપ શરીરની બાહ્ય ક્રિયા સાથે અધિક સંબંધ ધરાવે છે. તેથી તેને બાહ્યતપ કહેવામાં આવે છે. તથા પ્રાયશ્ચિત આત્મા સાથે સંબંધિત હોવાથી તેને આભ્યતર તપ કહેવામાં આવે છે. બાહ્ય તપોનું પ્રયોજન આત્યંતર તપોને પુષ્ટ કરવાનું છે. તેથી આત્યંતર તપોનું પ્રાધાન્ય છે. બાહ્ય તપ આવ્યેતર તરફ લઈ જવામાં માત્ર સહાયક છે. વૈયાવૃત્ય અને કાયોત્સર્ગ (વ્યસર્ગ) જો કે ઉપર છલ્લી દષ્ટિએ બાહ્ય તપ જેવો લાગે છે પરંતુ વૈયાવૃત્ય સેવાભાવ રૂપ હોવાથી અને કાયોત્સર્ગ શરીરના મમત્વ-ત્યાગરૂપ હોવાથી તેમાં બાહ્યપણું નથી. બાહ્ય તપોને
अणसणमूणोयरिया भिक्खायरिया य रसपरिच्चाओ। कायकिलेसो संलीणया य बज्झो तवो होइ ।
–૩. ૩૦. ૮. पायच्छित्तं विणओ वेयावच्चं तहेव सज्झाओ । झाणं च विउस्सग्गो एसो अभितरो तवो ।
–૩. ૩૦. ૩૦. તથા જુઓ - ઉ. ૩૦. ૭, ૨૯, ૨૮. ૩૪, ૧૯. ૮૯.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org