________________
૪૮૬
ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન
સંજય : એ કાંડિલ્ય નગરનો રાજા હતો. આત્મારામજીએ તેને મહાવીરનો સમસામયિક ગણ્યો છે. એકવાર તે ચતુરંગિણી સેના સાથે મૃગયા માટે ગયો. ત્યાં અજાણતાં, મુનિને શરણે આવેલ હરણોને તેણે મારી નાખ્યાં અને પછી મુનિ પાસેથી ક્ષમા માંગી. મુનિએ ઉત્તર ન આપ્યો તેથી તે ભય પામ્યો. પછી તેણે ગર્દભાલિ મુનિ પાસેથી દીક્ષા લીધી. પછી તેનો ક્ષત્રિય મુનિ સાથે મેળાપ થયો. તેથી તે સંયમમાં વધારે દૃઢ થયો. ક્ષત્રિયમુનિ પણ તેનાથી પ્રભાવિત થયા.
સમુદ્રપાલ : એ પાલિત વણિકનો પુત્ર હતો. તેની માતા પિહુડનગરની હતી. સમુદ્રયાત્રા કરતી વખતે જન્મેલ હોવાથી તેનું નામ “સમુદ્રપાલ” રાખવામાં આવ્યું. પિતા દ્વારા લાવવામાં આવેલ રૂપવતી “રૂપિણી” નામની સ્ત્રી સાથે તે દેવોને છાજે તેવો ભોગો ભોગવતો હતો. એકવાર વધ સ્થાને લઈ જવાતા વધયોગ્ય વસ્ત્રોવાળા ચોરને જોઈ વૈરાગ્ય ઉત્પન્ન થતાં તેણે માતા-પિતા પાસેથી અનુમતિ મેળવી જિનદીક્ષા લઈ લીધી અને મોક્ષ પ્રાપ્ત કર્યો.
સમુદ્ર વિજય : તે શીયપુરના રાજા હતા. તેની પત્ની શિવા' અને પુત્ર “અરિષ્ટનેમિ” હતા. “રથનેમિ’ એમનો પુત્ર હતો. એ “અંધકવૃ”િ કુળના નેતા હતા. આ કુળ શ્રેષ્ઠ ગણાતું. તેથી રાજીમતી રથનેમિને સંયમ ત થતો જોઈ તેને આ કુળની યાદ અપાવે છે.
હરિકેશિબલ મુનિ : આ ચાંડાળના કુળમાં જન્મેલ ઉગ્ર તપસ્વી જૈન મુનિ હતા. એક યક્ષ તેમની સેવા કરતો. યક્ષ દેવતાની પ્રેરણાથી કોશલ રાજાએ જ્યારે પોતાની કન્યા “યશા” તેમને સોંપી ત્યારે તેમણે તેની કામના કરી નહીં. એકવાર જ્યારે તે ભિક્ષાર્થે યજ્ઞમંડપમાં ગયા ત્યારે બ્રાહ્મણોએ તેમના કુત્સિત રૂપને જોઈ તેમની
૧ જુઓ – સંજય આખ્યાન પરિ-૧. ૩ ઉ. રર. ૩, ૩૬. ૪૩. ૪૪.
૨ જુઓ - સમુદ્રપાલ પરિ-૧. ૪ ઉ. ૧ર. ૧, ૩, ૪, ૬. ૧૭,
૨૧, ૨૨, ૨૩, ૩૭, ૪૦.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org