________________
ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન
માનવામાં આવેલ છે. સૌધર્મ દેવથી લઈ સહસ્રાર દેવ સુધી અધિકતમ અન્તર્માન અનંતકાળ સુધીનું છે તથા નિમ્ન અંતર્માન અન્તર્મુહૂર્ત સુધીનું છે. આનતથી લઈ નવઐવેયક સુધીનું નિમ્ન અન્તર્માન પૃથક્ વર્ષનું છે. કારણ કે આ દેવ મૃત્યુ પામીને એશ્વર્ય સંપન્ન મનુષ્ય જ થાય છે. તેનું ઉત્કૃષ્ટ અંતર્માન અનંતકાળનું છે'. પ્રથમ ચાર અનુત્તર દેવોનું નિમ્ન અંતર્માન પૃથક્ કાળનું છે તથા અધિકતમ અન્તર્માન સંધ્યેય સાગરનું છે. સર્વાર્થસિદ્ધ દેવ એકભવાવતારી હોય છે. તેઓ પોતાનું આયુષ્ય પૂરું કરીને મૃત્યુ બાદ મનુષ્ય તરીકે જન્મે છે અને મનુષ્ય-જન્મ પછી નિયમ-પૂર્વક મુક્ત થાય છે. તેથી તેમના અન્તર્માનનો પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી. બાકીની ક્ષેત્રાદિ સંબંધી બધી બાબતો ભવનવાસી વગેરે દેવો સાથે સામ્ય ધરાવે છે.
૧૧૬
દેવોના વિષયમાં કેટલીક બીજી જાણવા જેવી બાબતો: આ દેવો અજર હોવા છતાં અમર નથી. કારણ કે એક નિશ્ચિત આયુષ્ય બાદ, મનુષ્ય કે તિર્યંચ ગતિમાં જન્મ લઈ પોતાનાં શેષ કર્મોનું ફળ તેઓ અવશ્ય ભોગવે છેă. દેવોનું આયુષ્ય ઘણું વધારે હોવાથી તેમને અમર ગણવામાં આવે છે. સર્વાર્થસિદ્ધિના દેવો પણ દેવોમાં સર્વોત્તમ હોવા છતાં, પોતાનું આયુષ્ય પૂરું થતાં, મનુષ્યલોકમાં જન્મ લે છે. ‘ગીતા'માં પણ કહેવામાં આવ્યું છે કે : પુણ્યકર્મ ક્ષીણ થઈ જતાં દેવ વિશાળ સ્વર્ગલોકમાંથી મનુષ્યલોકમાં પ્રવેશે છે'. આ દેવ પોત પોતાનાં
00
१. अनंतकालमुक्कोसं अंतोमुहुत्तं जहन्नयं । विजढम्मि सए काए देवाणं हुज्ज अंतरं ॥ अणंतकालमुक्कोसं वासपुहुत्तं जन्नयं । आणयाईण देवाणं विज्जाणं तु अंतर ||
२ संखेज्जसागरुक्कोसं वासपुहुत्तं जहन्नयं । अणुत्तराणं देवाणं अंतरेयं वियाहियं ॥
૩ ૩. ૩૬. ૨૧૬-૨૧૭, ૨૪૮.
૪ ૯. ૧૪. ૧-૨, ૩. ૧૪, ૧૬; ૯. ૧; ૧૩. ૧૬ ૧૯. ૮.
५. ते तं भुक्त्वा स्वर्गलोकं विशालम् ।
क्षीणे पुण्ये मर्त्यलोकं विशन्ति ॥
Jain Education International
---૩. ૩૬. ૨૪-૨૪૬.
For Private & Personal Use Only
—–૩. ૨૬. ૨૪૭.
—ગીતા ૧. ૨૬.
www.jainelibrary.org