________________
પ્રકરણ ૧ : દ્રવ્ય-વિચાર
૧૧૭
બાકી રહેલાં પુણ્ય-કર્મો અનુસાર મનુષ્ય લોકમાં સાંસારિક મનુષ્ય સંબંધી દસ પ્રકારનાં એશ્વર્યોને પ્રાપ્ત કરે છે. એમનાં ઐશ્વર્ય અને પ્રભાવ સામાન્ય મનુષ્યો કરતાં ચઢિયાતાં હોય છે. એમનાં એશ્વર્યોપભોગ સંબંધી દસ સાધનોનાં નામ આ પ્રમાણે છે: ૧ ક્ષેત્ર, વાસ્તુ, હિરણ્ય, પશુ વગેરેનો સમૂહ. ૨ મિત્ર, ૩ સંબંધીજનો, ૪ ઉચ્ચગોત્ર, ૫ સુન્દરૂપ, ૬ નિરોગી શરીર, ૭ મહાપ્રાજ્ઞ, ૮ વિનય, ૯ યશ અને ૧૦ બળ'. આ રીતે, એ જીવો મનુષ્યલોકમાં આવીને જો વિશુદ્ધ આચારનું પાલન કરે તો મોક્ષ પ્રાપ્ત કરવા સમર્થ બને છે. જો વિશુદ્ધ આચારનું પાલન ન કરે તો તેમને સંસારચક્રમાં ભટકતા હેવું પડે છે?.
જે રીતે મનુષ્યો અને તિર્યંચોનું, ઝેર ખાવા વગેરેથી અકાળમરણ જોવા મળે છે તે રીતે દેવોનું અકાળમરણ થતું નથી. તે પોતાના પૂર્ણ આયુષ્યને ભોગવીને જ મૃત્યુ પામે છે. એમનાં ઐશ્વર્ય અને આયુષ્ય આગળ મનુષ્યોનાં એશ્વર્ય અને આયુષ્ય તણખલાના અગ્રભાગ ઉપર રહેલ જળબિન્દુની જેમ નહીંવત છે. સાધારણ મનુષ્યો કરતાં ચક્રવર્તી રાજાઓનું એશ્વર્ય અનેકગણું વધારે હોય છે અને દેવોનું ઐશ્વર્ય તેમનાથી પણ અનેકગણું વધારે હોય છે. તેમનું તેજ અનેક સૂર્યો કરતાં પણ વધારે હોય છે તથા તેઓ ઈચ્છાનુસાર શરીર ધારણ કરી શકે છે . સૌધર્મ દેવલોકથી લઈ અનુત્તર દેવલોક સુધી દેવોનાં યશ,
१ तत्थ ठिच्चा जहाठाणं जक्खा आ उक्खए चुया । उवेन्ति माणुस जोणि सदसंगेऽभिजायए ।।
તથા જુઓ - ઉ. ૩. ૧૯-૧૮; ૭. ૨૭. २ भोच्चा माणुस्सए भोए अप्पडिरूवे अहाउयं । पुव्वि विसुद्ध सद्धम्मे केवलं बोहि बुज्झिया ||
તથા જુઓ - પૃ. ૧૦૮, પા. ટિ. ૧. ४ विसालिसेहिं सीलेहिं जक्खा उत्तर उत्तरा । महासुक्का व दिप्ता मन्त्रंता अपुणच्चयं ॥
Jain Education International
For Private & Personal Use Only
—૩. રૂ. ૧૬.
૩. રૂ. ૬૬.
www.jainelibrary.org