________________
૧૧૮
ઉત્તરાધ્યયન-સૂત્ર ઃ એક પરિશીલના પ્રકાશ, એશ્વર્ય વગેરે ઉત્તરોત્તર વૃદ્ધિ પામે છે તથા મોહ કે જે સંસારનો હેતુ છે તે ધીમે ધીમે ઓછો થઈ જાય છે. અસુર, યક્ષ, રાક્ષસ, પિશાચ વગેરે નીચલી કોટિના દેવ ગણાય છે. તેથી ગ્રંથમાં જ્યાં દેવોનાં ઐશ્વર્ય વગેરેનું વર્ણન કરવામાં આવ્યું છે તે શ્રેષ્ઠ દેવોને ખ્યાલમાં રાખીને કરવામાં આવ્યું છે એમ સમજવું. આ રીતે, ચેતન અને અચેતન-રૂપ છ દ્રવ્યોનું વર્ણન કરવામાં આવ્યું.
દ્રવ્ય-લક્ષણ છ દ્રવ્યોનું પૃથક પૃથક સ્વરૂપ જાણ્યા બાદ પ્રશ્ન થાય કે આખરે દ્રવ્યનું સ્વરૂપ કેવું છે? શાને આધારે આ છ દ્રવ્યોમાં જ દ્રવ્યતા છે! જૈન દર્શનમાં ઉત્પાદ, વિનાસ અને ધ્રુવતા એ ત્રણ વિશેષણોથી વિશિષ્ટ સત્તા જેને મળી હોય તેને “દ્રવ્ય' કહેવામાં આવે છે. આમ કહેવાનું તાત્પર્ય એ છે કે દ્રવ્ય સતરૂપ છે, અભ:વાત્મક નથી. તે વેદાન્તીઓના કહેવા પ્રમાણે કૂટસ્થ-નિત્ય તથા બોદ્ધોના કહેવા પ્રમાણે એકાન્તતઃ અનિત્ય નથી. વાસ્તવિક રીતે દ્રવ્ય નિત્ય હોવા છતાં પણ પ્રતિક્ષણો કંઈક ને કંઈક પરિવર્તન પામે છે. આ પરિવર્તનો થવા છતાં, દ્રવ્યની નિત્યતામાં વાંધો આવતો નથી.
१ उत्तराई विमोहाइं जुइमन्ताऽणुपुल्बसो । समाइण्णाइं जक्खेहिं आवासाइं जसंसिणो ।।
–3. ૬. ર૬. २ सत् द्रव्यलक्षणम् । उत्पादव्ययध्रौव्ययुक्तं सत् ।
–7. ખૂ. ૫. ર૧-૩૦. ૩ જેમ સોનાના પિંડમાંથી ઘટ બનાવવામાં આવે ત્યારે પિંડરૂપ પર્યાયનો વિનાશ, ઘટરૂપ પર્યાયની ઉત્પત્તિ અને સુવર્ણરૂપતાની સ્થિરતા ટકી રહે છે તેમ જ દ્રવ્યમાં અનેક પરિવર્તનો થાય છતાં પણ ધ્રુવોશ સર્વથા નાશ પામતો નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org