________________
પ્રકરણ ૧ : દ્રવ્ય-વિચાર
૧૧૯
આમ, દ્રવ્યની આ પરિભાષા પ્રમાણે, દ્રવ્યમાં પરસ્પર બે વિરોધી અંશો છે. ૧. નિત્ય (ધ્રુવ) અને ૨. અનિત્ય (ઉત્પાદ અને વ્યય). નિત્યાંશને “ગુણ' કહેવામાં આવે છે અને અનિત્યાંશને પર્યાય' (અવસ્થા-વિશેષ) કહેવામાં આવે છે. આ બંને અંશ દ્રવ્યથી સર્વથા પૃથક્ નથી કારણ કે ધ્રુવાંશ, પરિવર્તનના અભાવમાં અને પરિવર્તન રૂપ અંશ, ધ્રુવાંશના અભાવમાં નોંધપાત્ર બને નહિ. તેથી “ગુણ’ અને ‘પર્યાયને માત્ર સમજાવી શકાય છે પણ દ્રવ્યમાં તેની પૂથક પૃથક સ્થિતિ દર્શાવી શકાતી નથી. જેમકે અમુક દ્રવ્યાંશ ગુણરૂપ છે અને અમુક પર્યાય રૂપ છે. જે રીતે ગુણ અને પર્યાયોને દ્રવ્યથી પૃથક્ પૃથક્ દર્શાવી શકાતા નથી તે રીતે ગુણા અને પયાર્યોથી પૂથક પૃથક એવા દ્રવ્યને પણ દર્શાવી શકાતું નથી કારણ કે ગુણ અને પર્યાયોથી પૃથક દ્રવ્ય કંઈ જ નથી. તેથી તત્ત્વાર્થસૂત્ર'માં જે ગુણ અને પર્યાયથી યુક્ત હોય તે દ્રવ્ય એમ કહેવામાં આવ્યું છે. દ્રવ્યમાં થતી અનુગતાકાર (અભેદાકાર, સમાનાકાર) પ્રતીતિ તો ગુણ છે અને ભૂદાકાર પ્રતીતિ પર્યાય છે. “ગુણ' દ્રવ્યના નિત્ય-ધર્મ છે અને પર્યાયો આગન્તુક ધર્મ છે. ગુણ' દ્રવ્ય-સ્વરૂપ છે અને પર્યાયો તેની ઉપાધિ છે. દ્રવ્યની જેમ ગુણોના પણ પર્યાયો હોય છે અને પર્યાયોના પણ પેટા પર્યાયો હોય છે. ગુણ અને પર્યાય-બંને દ્રવ્યનાં અંગ છે અને દ્રવ્યના આશ્રયે રહે છે. માટે, ગુણ અને પર્યાયોની સાથે દ્રવ્યનો અંગાંગિભાવ તથા આશ્રયાશ્રયિભાવ સંબંધ છે. તેના આ સંબંધને સંયોગ-સંબંધ કહી ન શકાય કારણ કે એકબીજાથી છૂટી પાડી શકાય તેવી વસ્તુઓમાં જ સંયોગસંબંધ હોય છે. આ રીતે ગુણા અને પર્યાયોની દ્રવ્યથી સર્વથા પૃથક્ સ્થિતિ ન હોવાથી આપણે તેમાં તાદાત્મયસંબંધનો સ્વીકાર કરી શકીએ છીએ.
ગુણોનો દ્રવ્યની સાથે નિત્ય-સંબંધ હોવાથી ગ્રંથમાં દ્રવ્યનું લક્ષણા આપતાં કહેવાયું છે કે જે “ગુણોનું આશ્રય હોય તે દ્રવ્ય”. ગુણ કોઈને કોઈના આશ્રયે
१ गुणपर्यायवद्रव्यम् ।
–7. . ૧. ૨૮.
२ गुणाणमासवो दव् ।
–૩. ૨૮. ૬.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org