________________
૨૮૨
ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન
મોહ રહે ત્યાં સુધી જ તેની પ્રાપ્તિ માટે જીવોની હિંસાદિ ક્રિયાઓમાં પ્રવૃત્તિ જોવા મળે છે. તેથી પાંચ મહાવ્રતોમા સહુથી પહેલાં અહિંસાને અને અંતમાં અપરિગ્રહને ગણાવવામાં આવેલ છે. મૂળ તો આ બે જ મહાવ્રત છે જે એકબીજાના પૂરક છે. તેનો વિસ્તાર કરીને ભગવાન પાર્શ્વનાથે ચાર મહાવ્રતોના રૂપમાં અને ભગવાન મહાવીરે પાંચ મહાવ્રતના રૂપમાં ઉપદેશ આપ્યો. કેશિગૌતમ સંવાદમાં બ્રહ્મચર્ય મહાવ્રતને પૃથક્ માનવા માટે જે તર્ક (દલીલ) આપવામાં આવ્યો છે તે તર્ક અન્ય વ્રતોને પણ લાગુ પડે છે કારણ કે જે પૂર્ણ અહિંસક અને અપરિગ્રહી હોય તે અસત્ય, ચોરી, મૈથુન સેવન આદિ અનૈતિક આચરણોમાં ક્યારેય . પ્રવૃત્ત નહીં થાય. જો પૂર્ણ અહિંસક અને અપરિગ્રહી હોવા છતાં પણ તે અસત્ય, ચોરી વગેરેમાં પ્રવૃત્તિ કરે તો તે વાસ્તવિક રીતે પૂર્ણ અહિંસક અને અપરિગ્રહી નથી. અહિંસા અને અપરિગ્રહ આ બે વ્રતોનું સમ્યક્ રૂપે પૂર્ણત: પાલન કરવું પણ જરૂરી છે. આ સિવાય, આ પાંચ વ્રતોનું જ માત્ર પાલન કરવું જરૂરી નથી, પણ એવાં બીજાં અનેક નૈતિક વ્રતોનું પણ પાલન કરવું આવશ્યક છે. તેથી ગ્રંથમાં વીતરાગી સાધુને હજારો ગુણોને ધારણ કરનારો કહેવામાં આવ્યો છે'. ગ્રંથના એકત્રીશમા અધ્યયનમાં સાધુના જે દશ ધર્મ અને સત્યાવીશ ગુણ દર્શાવવામાં આવ્યા છે તે બધા આ પાંચ મહાવ્રતોના વિસ્તાર રૂપ જ છે?.
१ गुणाणं तु सहस्साइं धारेयव्वाइं भिक्खुणा ।
~૩. ૧૯. ૨૫.
૨ સાધુના દશ ધર્મ અને સત્યાવીશ ગુણ ટીકા-ગ્રંથો અનુસાર નીચે મુજબ છે ઃ
કે સાધુના દશ ધર્મ : ૧. ક્ષમા ૨. મૃદુતા ૩. ઋજુતા (સરળતા) ૪. મુક્તિ (લોભ ન કરવો) ૫. તપ ૬. સંયમ ૭. સત્ય ૮. શોચ (પવિત્રતા) ૯. અકિંચન (અપરિગ્રહ) અને ૧૦. બ્રહ્મચર્ય.
ખ સાધુના સત્યાવીશ ગુણ-૧-૫ પાંચ મહાવ્રત ૬. રાત્રભિોજન ત્યાગ ૭-૧૧ પંચેન્દ્રિય નિગ્રહ ૧૨. ભાવસત્ય ૧૩. કરણ સત્ય ૧૪. ક્ષમા.૧૫, વિરાગતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org