________________
પ્રકરણ ૪ : સામાન્ય સાધ્વાચાર
૨૮૧
કરીને પૂર્ણ વિતરાગતાની અવસ્થાને પ્રાપ્ત કરે છે. જ્યારે મોહનીય કર્મને પૂર્ણત: નષ્ટ કરીને પૂર્ણ વીતરાગી થઈ જાય છે ત્યાર પછી તે અંતમુહૂર્ત બાદ જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય આ ત્રણ ઘાતી કર્મોને એક સાથે નષ્ટ કરીને સર્વજ્ઞ, સર્વદર્શી, સર્વતઃ સુખી અને સર્વશક્તિસંપન્ન થઈ જાય છે. આ અવસ્થામાં મન-વચન-કાયની પ્રવૃત્તિ (યોગ) ચાલુ રહેતી હોવાથી તેને સંયોગકેવલી” કહેવામાં આવે છે. તે પછી, આયુ (આયુકર્મ)નું અંતમુહૂર્ત શેષ રહેતાં તે મન-વચન-કાયની પ્રવૃત્તિની સાથે સાથે શ્વાસોશ્વાસરૂપ ક્રિયાનો પણ નિરોધ કરીને અતિ સ્વસ્થ ક્ષણમાં જ અવશિષ્ટ ચાર અઘાતી કર્મોનો ક્ષય થતાં, સિદ્ધ અને મુક્ત અવસ્થાને પ્રાપ્ત કરીને તથા સર્વ પ્રકારનાં દુ:ખોનો હંમેશ માટે અંત લાવીને કૃતકૃત્ય થતો અનંત સુખને પ્રાપ્ત કરી લે છે. ગ્રંથમાં એવા અનેક રાજાઓ તથા મહાપુરુષોનાં નામ ગણાવવામાં આવ્યાં છે જેમણે સંપત્તિરૂપ વિપુલ સામ્રાજ્યને છોડીને (સર્વવિરત થઈ) મુક્તિને પ્રાપ્ત કરી હતી.
આ રીતે, અપરિગ્રહનું તાત્પર્ય જો કે પૂર્ણ વીતરાગતાને લગતું છે પરંતુ બ્રહ્મચર્ય વ્રતને તેનાથી પૃથક્ કરી દેવાને કારણે તે ધન-ધાન્યાદિ અચેતન દ્રવ્ય અને દાસ આદિ સચેતન દ્રવ્યોના ત્યાગ સ્વરૂપે વ્યક્ત થયેલ છે. ગ્રંથમાં આ અપરિગ્રહ વ્રતથી યુક્ત જીવને બ્રાહ્મણ કહેવામાં આવેલ છે.
મહાવ્રતોના મૂળમાં અહિંસા અને
અપરિગ્રહની ભાવના અહિંસા આદિ જે પાંચ નૈતિક નિયમોને મહાવ્રત શબ્દ દ્વારા વ્યક્ત કરવામાં આવેલ છે તે સહુના મૂળમાં અહિંસાની ભાવના રહેલી છે તથા આ અહિંસા વ્રતની પૂર્ણતા વિના અપરિગ્રહનો સંભવ નથી કારણ કે સાંસારિક વિષયો પ્રત્યે
૧ ઉ. ર૯. ૭૧-૭૩. ૨ જુઓ – પરિશિષ્ટ ૨. ૩ જુઓ – પૃ. ર૭૬, પા. ટિ. ૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org