________________
૨૮૦
ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન
રાજમાર્ગ છે. આ અપરિગ્રહ વ્રતની સમક્ષ અજ્ઞાનમૂલક જપ-તપાદિ ષોડશીકળાને પણ પ્રાપ્ત કરતાં નથી. જે આ વિષયો પ્રત્યે મમત્વ નથી રાખતો તે આ લોકમાં દુ:ખોથી અલિપ્ત થઈને આનંદમય જીવન વ્યતીત કરે છે તથા પરલોકમાં પણ દેવ કે મુક્તિપદને પામે છે.
આ રીતે આ વ્રતને દઢ કરવા માટે આવશ્યક છે કે પાંચેય ઈન્દ્રિયોના તત્તતું વિષયોમાં રાગબુદ્ધિ ન રાખવામાં આવે કારણ કે કોઈ પણ વિષય પ્રત્યે રાગ થતાં તેની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરવો પડે છે અને આ વિષયની પ્રાપ્તિના પ્રયત્નમાં હિંસા, અસત્ય, ચોરી વગેરે અનેક પ્રકારના પાપો કરવો પડે છે. તેથી અહિંસાદિ વ્રતોનું પાલન કરવા માટે પણ આવશ્યક છે કે ધન-ધાન્યાદિ ઉપર મમત્વ ન કરવામાં આવે. આ રીતે આ અપરિગ્રહ વ્રતના પણ મૂળમાં અહિંસાની ભાવના રહેલી છે. રજોહરણ આદિ જે ઉપકરણો સાધુની પાસે રહે છે તેની ઉપર તેને મમત્વ થતું નથી કારણ કે તે ઉપકરણ સંયમની આરાધનામાં સહાયક થાય છે તેથી જરૂરી છે તેથી સર્વવિરત સાધુને તેની પ્રાપ્તિ થતાં હર્ષ કે નષ્ટ થતાં ખેદ થતો નથી. તેથી સાધુ રોહરણ આદિ ઉપકરણોથી યુક્ત હોવા છતાં પણ સર્વવિરત કહેવાય છે. જો સાધુને રજોહરણ આદિ ઉપકરણોમાં પણ મમત્વ થાય તો તે સર્વવિરત ન કહેવાય કારણ કે તે પૂર્ણ અપરિગ્રહ વ્રતનું યોગ્ય રીતે પાલન કરતો નથી. અપરિગ્રહ કે વીતરાગતાની પૂર્ણતા થતાં જીવ મુક્તિને પ્રાપ્ત કરે છે. તેથી ગ્રંથમાં કહેવામાં આવ્યું છે કે વીતરાગી સાધુ, જ્ઞાન, દર્શન અને ચારિત્રની આરાધનામાં પ્રવૃત્ત થઈ આઠેય પ્રકારનાં કર્મોના બંધન (ગ્રંથિ)ને ખોલવાનો પ્રયત્ન કરે છે. સર્વ પ્રથમ તે મોહનીય કર્મને પૃથક
१. अवसोहिय कंटगापहं ओइण्णेडसि पहं महालयं ।
–૩. ૧૦. ૩૨. ૨ જુઓ પૃ. ર૫૩. પા. ટિ. ૧. ૩ ઉ. ૪. ૧ર, . ૫, ૭. ર૬-ર૭, ૮. ૪, ૧૪. ૪૪, ર૯. ૩૦, ૩૬,
૩૨. ૧૯, ૨૬, ૩૯.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org