________________
પ્રકરણ ૪ : સામાન્ય સાધ્વાચાર
૨૭૯
માટે કંઈ સાચવી ન રાખવુંઆ ઉપરાંત, હિરણ્ય આદિની મનથી પણ કામના ન કરવી તથા હિરણ્ય અને પથ્થરમાં સમદષ્ટિ રાખી, પક્ષીની જેમ આશારહિત થઈ અપ્રમત્તભાવે (સાવધાનીપૂર્વક) વિચરણ કરવું. આ રીતે બધા પ્રકારના ધન-ધાન્યાદિનો પરિત્યાગ કરીને તાપાત્રનો પણ સંગ્રહ ન કરવો તથા પાંચે ઈન્દ્રિયો માટેના મનોજ્ઞ અને અમનોજ્ઞ વિષયો ઉપસ્થિત થાય તો પણ જળથી ભિન્ન કમળની જેમ તેમાં લિપ્ત (રાગ-દ્વેષ યુક્ત) ન થવું એ જ અપરિગ્રહ મહાવ્રત છે. અપરિગ્રહી જ વીતરાગી છે કારણ કે જ્યાં સુધી વિષયોમાંથી વિરાગ નહિ થાય ત્યાં સુધી જીવ અપરિગ્રહી થઈ શકતો નથી. વિષયો પ્રત્યે રાગબુદ્ધિ (લોભવૃદ્ધિ) થવી એ જ પરિગ્રહ છે. જેમ જેમ લાભ થતો જાય છે તેમ તેમ લોભ વધતો જાય છે અને લોભ વધતાં પરિગ્રહ પણ વધી જાય છે. જ્યારે શબ્દ, રૂપ, રસ, ગન્ધ અને સ્પર્શ આ વિષયોથી સંબંધિત સચિત્ત અને અચિત્ત બધાં દ્રવ્યોમાંથી વિરાગ થાય છે ત્યારે તેને માટે સંસારમાં કંઈ દુષ્કર રહેતું નથી. આ નિષ્પરિગ્રહતા કે વીતરાગતા અતિવિસ્તૃત અને સુસ્પષ્ટ
१. सत्रिहि च न कुव्वेज्जा लेवमायाए संजए ।
पक्खी पत्तं समादाय निरवेक्खो परिव्वए ।
–૩. ૬૧૬.
તથા જુઓ ઉ. ૩૫. ૧૩. २ जहा पोमं जले जायं नोवलिप्पइ वारिणा ।
एवं अलित्तं कामेहि तं वयं बूम माहणं ।।
–૩. ૨૧.૨૭.
તથા જુઓ ઉ. ૧૦. ૨૮, ૩૨. રર, ૩૫. 3 जहा लाहा तहा लोहो लाहा लोहो पवड्ढई ।
थोमारुकयं कज्जं कोइए वि न निट्ठियं ।।
–૩. ૮. ૧૭.
४ जहा लोए निप्पिवासस्स नस्थि किंचिवि दुक्करं ।
-૩. ૨૧.૪૬.
તથા જુઓ ઉ. ૨૯. ૪૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org