________________
પ્રકરણ ૪ : સામાન્ય સાધ્વાચાર
હવે અહીં એ બાબતનો વિચાર કરવાનો છે કે અહિંસા અને અપરિગ્રહ આ બે મહાવ્રતોનો પાંચ મહાવ્રતોના રૂપમાં શા માટે અને કેવી રીતે વિસ્તાર થયો ? અહિંસાથી દ્વેષાત્મક ક્રોધ અને માન કષાયનો તથા અપરિગ્રહથી રાગાત્મક માયા અને લોભ કષાયનો ત્યાગ થઈ જાય છે. રાગ-દ્વેષ રૂપ આ ચાર કષાય જ સંસારના કારણ છે તેથી અહિંસા અને અપરિગ્રહથી જ સંસારના કારણોનો નિરોધ થતાં અન્ય વ્રતોની આવશ્યકતા રહે નહીં પરંતુ જન સામાન્યની બદલાતી કુટિલ મનોવૃત્તિને જોઈને નિયમો અને ઉપનિયમોના રૂપમાં અનેક વ્રતોનો વિસ્તાર કરવામાં આવ્યો. જેમ કે કેશિ-ગોતમ સંવાદ અને યજ્ઞવિષયક સંવાદને આધારે જાણવા મળે છે કે મહાવીરના સમયમાં મનુષ્યોની મનોવૃત્તિ વિષય-ભોગો અને હિંસા પ્રધાન યજ્ઞાદિ ક્રિયાઓ પ્રત્યે વળેલી હતી જેથી તેઓ પોતાના સ્વાર્થમાં આંધળા બની વિશ્વબંધુત્વની ભાવના ભૂલી ગયા હતા અને વિષય-ભોગો તથા હિંસા પ્રધાન યજ્ઞો કરીને જ પોતાનાં કર્તવ્યોની ઈતિશ્રી માનતા હતા. તેથી અહિંસા અને અપરિગ્રહનો ઉપદેશ આવશ્યક બન્યો. પોતાની કુટિલ મનોવૃત્તિને કારણે ક્યારેક અસત્ય બોલીને પોતાના દોષો ન છૂપાવે તથા છાનું છપનું સ્વચ્છન્દ આચરણ ન કરે તેથી સત્ય અને અચૌર્ય એ બે વ્રતોને પણ મૂળ મહાવ્રતોમાં જોડી દેવામાં આવ્યા. તે પછી કામવૃત્તિ તરફ વધેલી મનોવૃત્તિ જોઈને બ્રહ્મચર્યને પણ જુદા મહાવ્રત તરીકે જોડી દેવામાં આવ્યું. આ રીતે મહાવ્રતોની સંખ્યા પાંચની થઈ ગઈ. એ રીતે રાત્રિભોજન
૨૮૩
(લોભત્યાગ), ૧૬-૧૮ મન-વચન-કાય નિરોધ, ૧૯-૨૪ ષટકાય (પૃથ્વી, અર્, તેજ, વાયુ, વનસ્પતિ અને દ્વીન્દ્રિયાદિ ત્રસ)ના જીવોની રક્ષા ૨૫ સંયમ ૨૬ વેદના સહિષ્ણુતા અને ૨૭ મરણાન્તિક સહિષ્ણુતા. આ નામોમાં કેટલોક ફેરફાર પણ જોવા મળે છે.
જુઓ ઉ. ૩૧. ૧૦, ૧૮, ને. ટી., પૃ. ૩૪૪, ૩૪૯, આ. ટી., પૃ. ૧૩૯૨. ૧૪૦૧, ભ્રમળસૂત્ર, પૃ. ૧૭૧-૧૭૩, સમવયાજ્ઞ, સમવાય ૨૭.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org