________________
૨૮૪
ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન
પ્રત્યે વધતી પ્રવૃત્તિને રોકવા માટે રાત્રિભોજન ત્યાગને પણ મહાવ્રતોની સાથે ઉલ્લેખવામાં આવ્યું. પરંતુ મહાવ્રતોની પાંચની સંખ્યામાં કોઈ પરિવર્તન કરવામાં ન આવ્યું. વેદિક અને બોદ્ધ સંસ્કૃતિમાં પણ પાંચ મહાવ્રતો પ્રત્યે સમાન આદરભાવ જોવા મળે છે.
આ પાંચ નૈતિક વ્રતોનું આધ્યાત્મિક દૃષ્ટિએ જેટલું મહત્ત્વ છે એટલું જ વ્યાવહારિક દૃષ્ટિએ પણ છે. અહિંસા, સત્ય અને અચોર્ય આ ત્રણ નૈતિક મહાવ્રત તો સ્પષ્ટરૂપે વ્યવહારમાં આવશ્યક છે. બ્રહ્મચર્ય અને બોધાત્મકરૂપ અપરિગ્રહ વ્રત પણ વ્યભિચાર રોકવા અને વિશ્વબંધુત્વની ભાવના પ્રસારિત કરવા માટે આવશ્યક છે. લોકમાં વ્યસની તથા કંજૂસને હીન દષ્ટિથી જોવામાં પણ આવે છે. જો કે જેટલી સૂક્ષ્મતાથી પ્રસ્તુત ગ્રંથમાં નૈતિક વ્રતોનું પાલન કરવાનું વિધાન કરવામાં આવેલ છે તેટલી સૂક્ષ્મતાથી સામાન્ય વ્યવહારમાં તેનું પાલન અપેક્ષિત નથી અને સંભવે પણ નહિ તથાપિ તેના વ્યાવહારિક મહત્ત્વનું મૂલ્ય ઓછું ન આંકી શકાય. ગ્રંથમાં આ મહાવ્રતોનો જે ઉપદેશ આપવામાં આવ્યો છે તે સાધુઓ માટે છે. ગૃહસ્થને માટે આ વ્રતોનું અંશત: પાલન કરવું આવશ્યક છે જે વિશે પાછલા પ્રકરણમાં દર્શાવવામાં આવેલ છે.
આ રીતે, અહિંસાદિ આ પાંચ મહાવ્રતોમાં સાધુના બધા નૈતિક ગુણોનો સમાવેશ કરવામાં આવેલ છે. ગૃહસ્થ અને સાધુનો સંપૂર્ણ આચાર આ પરિઘમાં ઘૂમે છે.
પ્રવચન માતાઓ-ગુપ્તિ અને સમિતિ અશુભાત્મક પ્રવૃત્તિને રોકવી અને સદાચારરૂપ શુભાત્મક પ્રવૃત્તિમાં સાવધાનીપૂર્વક પ્રવૃત્ત થવું એ મહાવ્રતોની રક્ષા અને વિશુદ્ધિ માટે આવશ્યક છે.
१. अहिंसासत्यास्तेयब्रह्मचर्यापरिग्रहा यमा : ।
–પ. યો. ૨. ૩૦.
બૌદ્ધોના પંચશીલ માટે જુઓ-ભા. દ. બ. પૃ. ૧૫૬.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org