________________
૨૮૫
મન-વચન અને કાય સંબંધી બધી અશુભાત્મક પ્રવૃત્તિઓને રોકવી એ ‘ગુપ્તિ’ કહેવાય'. શુભાત્મક પ્રવૃત્તિમાં સાવધાનીપૂર્વક પ્રવૃત્તિ કરવી એ ‘સમિતિ’ કહેવાય. ગ્રંથમાં આ બન્નેનું સંમિલિત નામ ‘પ્રવચનમાતા’ એ રીતે જોવા મળે છે. તેને ‘પ્રવચનમાતા’ શા માટે કહેવાય છે એ વિચારણીય મુદ્દો છે. પ્રવચનનો અર્થ છે કે જિનદેવ-પ્રણીત સિદ્ધાન્ત, ‘માતા’ શબ્દનો અર્થ છે : માતાની જેમ સંરક્ષક અને ઉત્પાદક. જિનદેવ-પ્રણીત સિદ્ધાંત (પ્રવચન) બાર-અંગ ગ્રંથોમાં સમાવિષ્ટ છે. ગુપ્તિ અને સમિતિનું સમ્યક્ રૂપે પાલન કરનાર સાધુ જ ગુરુ પરંપરાથી દ્વાદશાંગરૂપ સમસ્ત શાસ્ત્રજ્ઞાન (પ્રવચન)ને સુરક્ષિત રાખી શકે છે. તેથી ગ્રંથમાં ‘ગુપ્તિ’ અને સમિતિના સમુચ્ચને ‘પ્રવચન માતા’ કહેવામાં આવેલ છે અથવા સમસ્ત દ્વાદશાંગ ગુપ્તિ અને સમિતિઓમાં સમાવિષ્ટ હોવાને લીધે ‘પ્રવચન માતા' શબ્દ સાર્થક છેૐ. નિવૃત્તિ કરતાં પ્રવૃત્તિની પ્રધાનતા છે કારણ કે સાવધાનીપૂર્વક શુભાચારમાં પ્રવૃત્તિ કરવાથી અશુભાચારમાંથી સ્વતઃ નિવૃત્તિ
પ્રકરણ ૪ : સામાન્ય સાધ્વાચાર
१ गुत्ती नियत्तणे वुत्ता असुभत्येसु सव्वसो ।
सम्यग्योगनिग्रहो गुप्तिः ।
२ एयाओ पंच समिईओ चरणस्स य पवत्तणो ।
સમિતિ-સમ-જીમાવેન, કૃતિ-પ્રવૃત્તિ: સમિતિ:-શોમનેત્રપ્રરિામવેછેત્યર્થ:।
3 अट्ठ पवयणमायाओ समिई गुत्ती तहेव य । पंचेव य समिईओ ओगुत्तीउ आहिया || इरियाभासेसणादाणे उच्चारे समिई इय । मत्ती वयगुत्ती कायगुत्ती य अट्ठमा ॥ एयाओ अट्ठ समिईओ समासेण वियाहिया । दुवालसंग जिणक्खायं मायं जत्थ उ पवयणं ।
તથા જુઓ ૩. ૨૯. ૧૧.
Jain Education International
For Private & Personal Use Only
-૩. ૨૪. ૨૬.
–૧. સૂ. ૯. ૪.
-૩. ૨૪. ૨૬.
—શ્રમળસૂત્ર, પૃ. ૧૫૦.
૧૩. ૨૪. ૧-૩.
www.jainelibrary.org