________________
૩૧૦
ઉત્તરાધ્યયન-સૂત્રઃ એક પરિશીલન
નહિ. નિદ્રા પ્રમાદરૂપ હોવાથી સાક્ષાત્ નિદ્રાનું કથન ન કરતાં, નિદ્રા ત્યાગનું કથન કરવામાં આવ્યું છે. શરીરની સ્વસ્થતા તથા સ્વાધ્યાય વગેરે કરવા માટે પણ નિદ્રા જરૂરી છે.
રાત્રિનો ચોથો પ્રહર - એ સમયે રાત્રિ સંબંધી પ્રતિલેખના કરી, મુખ્યત્વે પુન: સ્વાધ્યાય કરતી વખતે ગૃહસ્થોને જગાડવા નહીં. જ્યારે આ પ્રહરનો ચતુર્થાશ બાકી રહે ત્યારે ગુરુની વંદના કરી, પ્રાત:કાળ સંબંધી પ્રતિલેખના કરવી. પછી જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપમાં લાગેલ રાત્રિ સંબંધી દોષોનું ચિંતન કરતાં કરતાં ગુરુવંદના કાયોત્સર્ગ, જિનેન્દ્રસ્તુતિ, પ્રતિક્રમણ વગેરે આવશ્યકો કરવાં. તે પછી ફરીથી આગલા દિવસની ક્રિયાઓમાં પૂર્વવત્ પ્રવૃત્તિ કરવી.
આ રીતે, અહીં સાધુની દિન અને રાત્રિચર્યાની સાથે દશ અવયવોવાળી સામાચારીનું જે વર્ણન કરવામાં આવ્યું છે તે સામાન્ય દૃષ્ટિએ કરવામાં આવેલ છે તેમાં સમયાનુસાર પરિવર્તન પણ કરી શકાય છે.
વસતિ અથવા ઉપાશ્રય સાધુના રોકાવાના સ્થાનને વસતિ કે ઉપાશ્રય કહેવામાં આવે છે. આ ઉપાશ્રય ઘણું કરીને નગરની બહાર બગીચા વગેરેના રૂપમાં હોય છે. સાધુને કોઈ એક નિશ્ચિત ઉપાશ્રયમાં દરરોજ રોકાઈ રહેવાનો આદેશ નથી, પણ તેને માટે દરરોજ (વર્ષાકાળ સિવાય) એક ગામથી બીજે ગામ ઈન્દ્રિય નિગ્રહપૂર્વક વિચરણ કરવાનો ઉલ્લેખ મળે છે. સાધુના રોકાવાના સ્થાનના અર્થમાં ઉપાશ્રય
૧ વિશેષ માટે જુઓ – દશાશ્રુતસ્કન્ધ (આચારદશા), પર્યુષણા કલ્પ; કલ્પસૂત્ર,
સામાચારી પ્રકરણ ! २ इंदियग्गामनिग्गाही मग्गगामी महामुणी ।
गामाणुगामं रीयंते पत्तो वाणारसिं पुरि । वाणारसीए बहिया उज्जाणम्मि मणोरमे । फासुए सेज्जसंथारे तत्थ वासमुवागए ।
–૩. ૨૫. ૨-૩. તથા જુઓ . ર૩. ૩-૪, ૭-૮.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org